માસ્ક પહેર્યા વિના બજાર બંધ કરાવા નીકળ્યા ઈન્સ્પેકટર, પછી પબ્લીકે જે કર્યુ એ જોવા જેવું હતુ
હાલ કોરોના ના લીધે દેશ મા ઘણા કડક નીયમો લાગાયા છે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું ઉપરાંત અલગ અલગ રાજયો મા અલગ નીયમો છે અને દરેક લોકો એ આનુ પાલન કરવુ પડે છે.
ઉત્તર પ્રદેશે પણ રવિવારને સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જેના હેઠળ શનિવારે રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજાર બંધ રહેશે. આ બાબતે કાગારોલ મા એક ઘટના સામે આવી છે. ઇન્સપેકટર દિલાવર યુનિફોર્મ અને માસ્ક વિના જ બજાર બંધ કરાવા નીકળ્યા હતા.
આ બાબત નો સમગ્ર વિડીઓ હાલ ખુબ વાયરલ થયો હતો અને આ વીડીઓ મા ઇન્સપેકટર અને દુકાનદાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.અને ઘટના બાદ બજાર મા મોટો બખેડો થયો હતો અને ઇન્સપેકટર એ ગાડી મા બેસી ચાલતી પકડી હતી. અને ઇન્સપેકટર દિલાવર ની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લોકો એ ફરીયાદ પણ કરી હતી. અને માસ્ક ન પહેરવાના નિયમ હેઠળ તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ વિભાગીય તપાસનો આદેશ પણ આપ્યો છે.