ગૃહવિભાગની મોટી કાર્યવાહી : DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ જયારે 2 sp
હાલ ના સમય મા ગુજરાત રાજ્ય માટે કપરો સમય ચાલી રહ્યો છે ગત 25 જુલાઈ ના રોજ બરવાળા તાલુકા ના રોજિદ ગામે લઠ્ઠાકાંડ ની શરુવાત થઇ હતી અને એક વ્યક્તિ નુ મોત થયું હતુ જ્યાર બાદ મોત ના આંકડા મા સતત વધારો થવા લાગ્યો હતો જેમા રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. આ ઉપરાંત રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. આ લઠ્ઠાકાંડ ના મૃતકો ની યારી મા બે મહીલા ઓ નો પણ સમાવેશ થાય છે.
લઠ્ઠાકાંડ ની ઘટના મા અત્યાર સુધી નો મૃત્યુ આંક 57 સુધી પહોંચે ગયો છે અને આ કારણે લોકો મા ખુબ રોષ પણ જેવા મળી રહ્યા છે. જયારે આ બાબાતે મૃહ મંત્રી હર્ષ સંઘવી એ કડી કાર્યવાહી કરવાની વાત કરી હતી જયારે હવે બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે. જયારે આ ઘટના મા આજે વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
આ ગટના બાદ બરવાળા તાલુંકા મા પોલિસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતા અને તપાસ હાથ ધરી હતી જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.