India

મદરેસાની આડમાં ચાલતા બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ, અલ કાયદા સાથે સંપર્કમાં રહેલા 11 આતંકીઓને પોલીસે દબોચી લીધા ! જાણો કયા…

આપણે જાણીએ છે કે ભારત દેશમાં આટકીવાદીઓનો ત્રાસ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ પણ છુપી રીતે ચાલતી હોય છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મદરેસાની આડમાં ચાલતા બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ, અલ કાયદા સાથે સંપર્કમાં રહેલા 11 આતંકીઓને પોલીસે દબોચી લીધા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ બનાવ કઈ રીતે બન્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મુસ્તફા નામના આતંકી વિશે પોલીસને જાણ થઈ હતી જે સહરિયા ગામની જમીઉલ હુડા મદરેસામાં શિક્ષક તરીકે ભણાવે હતો. પોલીસે આ મદરેસાને સીલ કરી દીધું છે. કારણ કે આ મદરેસામાં અટકાયત કરાયેલા લોકો સુરક્ષિત રહેતા હોવાની આશંકા હતી.મદરેસા ગેરકાયદેસર રીતે કમાયેલી આવક દ્વારા ચલાવવામાં આવી રહી હતી.મુસ્તફા ઉપરાંત પોલીસે મોરીગાંવમાંથી 39 વર્ષીય અફસરુદ્દીન ભુયાનની પણ ધરપકડ કરી છે.

ગોલપારાના રહેવાસી 22 વર્ષીય અબ્બાસ અલીની પણ આસામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે તેણે ફરાર થયેલા લોકોમાંથી એક મહેબૂબ રહેમાનને સામગ્રી અને રહેવાની વ્યવસ્થા કરી હતી ખાસ વાત એ જાણવા મળી છે કે, આ ઘટનાને લઈને અલ-કાયદા અને બાંગ્લાદેશ સ્થિત અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સહિત અનેક વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આસામના મોરીગાંવ, બારપેટા, ગુવાહાટી અને ગોલપારા જિલ્લામાંથી ગુરુવારે અટકાયત કરાયેલા 11 લોકોની અલ-કાયદા અને અંસારુલ્લા બાંગ્લા ટીમ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે, એમ પોલીસે જણાવ્યું હતું.પોલીસે વધુમાં કહ્યું કે આ કેસમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની ધરપકડ પર સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ લોકો પાસેથી ઘણી માહિતી મળી શકે છે.

આસામના બારપેટા અને મોરીગાંવ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.’ તેણે કહ્યું, ‘આ લોકોની ધરપકડ કરીને અમે વધુ માહિતી મેળવશે. જેથી આગામી સમયમાં અનેક પ્રકારની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી શકે છે. ખાસ વાત એ છે કે, મુસ્તફા અંસારુલ્લા બાંગ્લા ટીમનો સક્રિય સભ્ય છે, જે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા સાથે સંકળાયેલો છે. તે ભારતમાં ABT ટેરર ​​મોડ્યુલનું આવશ્યક નાણાકીય સાધન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!