ગુજરાતી સીનેમા જગતને મોટી ખોટ મશહુર અભિનેતા રસીક દવે નુ નિધન થયું કેતકી દવે ના પતિ અને સરીતા જોશી ના…
હાલમાં જ ગુજરાતીની જગતમાં તેમજ બોલીવુડમાં એક ખૂબ જ દુઃખની લાગણી છવાઈ ગઈ છેકારણ કે લોકપ્રિય અભિનેતા રસિક દવેનું ગઈકાલે રાત્રે 8:00 વાગે નિધન થયું છે. આ દુઃખદ ઘટનાને કારણે દવે પરિવારમાં તેમજ જોશી પરિવારમાં સબ ની લાગણી છવાઈ ગઈ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રસિક દવે એ ગુજરાતી સિનેમા ના લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીના જમાઈ તેમજ બોલીવુડના લોકપ્રિય અભિનેત્રી દવેના પતિ છે. ચાલો અમે આ દુખદ ઘટના વિશે સંપૂર્ણ વિગતવાર જણાવી કે, આખરે એવો તો શું બનાવ બન્યું કે રસિક દવે આ દુનિયાને અલવિદા કહી દીધી.
રસિક દવે એ અત્યાર સુધી તેમણે ગુજરાતી નાટકો ગુજરાતી ફિલ્મો તેમજ ઘણી હિન્દી સિરીયલો અને ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યા હતા પરંતુ તેઓ છેલ્લા 2 વર્ષ થી મુંબઈની એક હોસ્પિટલમાં ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી.તે દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી અને તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ આખરે તેમને આ દુનિયાને અલવિદા કહી દેતા શોકની લાગણીઓ છવાઈ ગઈ છે.
રસિક દેવના અભિનયની વાત કરીએ તો તેમણે છેલ્લે કલર્સ ટીવી ચેનલ પર સંસ્કાર – ધરોહર અપનોં કીમાં કામ કરેલું.
આ પહેલા રસિક દવે સોની ટીવીના સૌથી લાંબા ચાલતા શો એક મહેલ હો સપનો કામાં જોવા મળ્યા હતા. આ શોને 1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો તરીકે ગણવામાં આવે છે.
આ સિવાય તેમણે 4 ટાઈમ્સ લકી (2012), સ્ટ્રેટ (2009), જયસુખ કાકા અને માસૂમ (1996) જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તે ઈશ્વર (1989) અને જૂઠી (1985)માં પણ જોવા મળ્યા હતા. તેમના જોશી પરિવાર અને દવે પરિવારમાં શોક છવાઈ ગયો છે, રિદ્ધિ દવે અને કેતકી દવેની આંખોમાંથી આંસુઓ નથી સુકાઈ રહ્યા. આજે તેમની અંતિમ વિધિ થઈ શકે છે.