Entertainment

સૌ પ્રથમ વાર જુવો મુકેશ અંબાણી ના ઘર ની અંદર ની તસ્વીરો ! તસવીરો જોઈ લાગશે કે કોઈ મહેલ છે…

દરેક વ્યક્તિનું પોતાનું સપનાનું ઘર હોય છે, પરંતુ મુકેશ અંબાણી જેવું ઘર જો કોઈ ઈચ્છે તો એના ભવોભવ નીકળી જાય. આજે અમે આપને મુકેશ અંબાણીના ઘર વિશે જણાવશું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મુકેશ અંબાણીનું ઘર એ એશિયાનું સૌથી કિંમતી અને આલીશાન છે. ‘એન્ટીલિયા’ ઘરની ખાસીયતોથી તમે અજાણ હશો. જ્યારે પણ મુંબઈ ગયા હશો ત્યારે આ ઘર તમેં જોયું હશે પરંતુ આજે અમે આ ઘરની અંદરની તસ્વીરો લઈને આવ્યા છે તેમજ ઘર અંદરથી કેવી સુવિધાઓ ધરાવે છે, એ પણ જણાવશું.

એન્ટીલિયા ૨૭ માળનો બંગલો છે અને આ બંગલાની  કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ ઘર લંબાઈમાં એટલો છે, કે તમેં કહેશો કે આ ઘર અંદરથી કેવું હશે?

હાલમાં આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે, જ્યારે અંબાણી પરિવારના માત્ર ચાર લોકો જ છે. વિચાર કરો કે ઘર ખરેખર કોનું કહેવાય!


એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે. 27 માળ ધરાવતા એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે.

 વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે.

આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.ખરેખર આવું ઘરનું સપનું જોવું એ અને સાકાર કરવું અશક્ય છે પણ મુકેશ અંબાણી માટે આ ઘરતો સ્વર્ગ કરતા વધુ આલીશાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!