અમદાવાદ ના યુવનાએ ખોટી ફરીયાદ કરી ને પોતે જ ફસાયો ! ઓનલાઈન ગેમ્બલિંગ મા રુપિયા હાર્યા બાદ 26 કરોડ…
વાત કરીએ તો આજના સમયમાં પૈસા કામવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ તેમજ પરિશ્રમ કરવો પડતો હોઈ છે અને આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે તેમની ગરીબી દૂર કરી આ ખુબજ ધનવાન બની ગયા છે જેની પાછળ તેમની મહેનત અને પરિશ્રમ છે. પણ અમુક એવા પણ લોકો હોઈ છે જે ખુબજ ટૂંક સમયમાં ધનવાન બનવા મંગાવી હોઈ છે અને તેના માટે તે ગેરકાનૂની કામ કરતા હોઈ છે જેવાકે ચોરી, લૂંટફાટ, રિશ્વત, છેતરપિંડી. આમ હાલ એક તેવોજ મામલો સામે આવી રહ્યો છે જેમાં એક કંપનીના માલિક કરોડો રૂપિયા ગેમ્બલિંગમાઁ હારી ગયા. આવો તમને આ કિસ્સો વિસ્તારમાં જણાવીએ.
આ કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે જ્યા ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપની સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોધાઈ હતી. તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂ. 26 કરોડની છેતરપિંડી કરી હોવાની ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના વિશાલ ગાલાએ ફરિયાદ કરી હતી. જેની તપાસમાં આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું સામે આવ્યું છે.આ કેસમાં પોલીસની ઊંડી તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
આમ અમદાવાદમાં ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપની સાથે છેતરપિંડીનો મામલે નવો ઘટસ્ફોટ થયો છે. આ ફરિયાદ ખોટી હોવાનું ભોપાળું છતું થયું છે. વાત કરીએ તો રૂ.26 કરોડની છેતરપિંડીની ફરિયાદ ખોટી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાયબર ક્રાઇમની ઊલટ તપાસમાં પોલીસને શક જતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી જે મામલે ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલાએ ભેજું વ વાપરી ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું. આ છેતરપિંડીના કિસ્સામાં ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલા India24bet.com વેબસાઈટ પર ઓનલાઈન ગેમ્બલિંગ કર્યું હતું. જેમાં જબરી રકમ તે હારી ગયો હતો. અને ત્યારબાદ કરોડો રૂપિયા હારી જતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી જે પણ પોલીસ તપાસમાઁ તદ્દન ખોટી નીકળી હતી.
આમ પોલીસે વિશાલની ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં હકીકત પરથી પરદો ઊંચકાયો હતો અને ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. વિશાલ ગાલા India24bet.com ગેમ્બલિંગ કરતા હોવાનું તેમના બેંક ટ્રાન્જક્શન પરથી જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. કાર્યવાહી આગળ ધપાવી છે.