અમદાવાદ આવો તો આ જગ્યા ના દાલવડા જરુર ટેસ્ટ કરજો ! છેલ્લા 40 વર્ષ ની ખુબ પ્રખ્યાત અને રોજ ના લાખ રુપીયા….
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતમાં અનેક પ્રકારની લોકપ્રિય વાનગીઓ મળે છે, ત્યારે ખરેખર આજે આપણે એક એવી વાનગી વિશે જાણીશું જે ચોમાસાની ઋતુમાં ખૂબ જ ફેમસ હોય છે. ત્યારે ચાલો અમે આપને ગુજરાતની લોકપ્રિય વાનગી દાળવડા વિશે જણાવી. અમદાવાદમાં આવેલાં ગુજરાતના દાળવડાંની એક રેસિપી વિશે જણાવશું. આ દાળવડાનો સ્વાદ માણીને તમે પણ વાહ વાહ કહેશો.
દિવ્ય ભાસ્કર દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, ન્યૂ ગુજરાત દાળવડા સેન્ટરે આજે દાયકાઓથી પોતાની ઓળખ જાળવી રાખી છે. ખરેખર આ દાળવડા ખૂબ જ લોકપ્રિય છે., આ દાળવડાં ખાસ આંબોળિયાની ચટણી, ડુંગળી અને મરચા સાથે આપવામાં આવે છે. આ દાળવડાં રૂ જેવાં નરમ હોય છે અને તેને ખાતી વખતે આંગળીઓમાં તેલ ચોંટતું નથી.દાળવડાં લેવાં માટે લાઇનમાં ઊભેલા લોકો. જ્યારે પણ અમદાવાદઃ આવો ત્યારે કોલેજ રોડ અને પકવાન ક્રોસ રોડ પર આવેલાં આઉટલેટ દાળવડા જરૂર ખાજો.
તમને જાણીને નવાઈ લાગશે કે, દાળવડાં ખાવા માટે લાઈનો લગાવે છે. ચોમાસામાં દરરોજના 300-350 કિલો એક-એક આઉટલેટ પર દાળવડાંનું સેલિંગ થાય છે અને જે દિવસે વરસાદ હોય ત્યારે 400-500 કિલો દાળવડાંનું વેચાણ થાય છે. આ દાળવડા કઇ રીતે બને છે, એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તમે પણ એકવાર આ દાળવડા જરૂર ઘરે બનાવીને ટ્રાંય કરજો.
ચોખ્ખી મગની દાળ લેવામાં આવે ત્યારબાદ દાળને 2-3 કલાક પાણીમાં પલાળાય છે અને પલાળેલી દાળના ફોતરાં કાઢવામાં આવે છે. તેમજ દાળને મશીનમાં ક્રશ કરવામાં આવે અને ક્રશ કરેલી દાળમાં મરચાં, આદુ, લસણની પેસ્ટ નાંખવામાં આવે છે. દાળવડાંને સિંગતેલમાં તળવામાં આવે ક્વોલિટી જાળવી રાખવા માટે તેલનું ટેમ્પરેચર મહત્વનું હોય છે. ખરેખર આ દાળવડા ચાખીને તમે વારંવાર અહીંયા આવશે ખાવા.