સૌરાષ્ટ્ર ના ખેડુત ની દાતારી, વાડી ના બધા નાળીયેરી મફત હોસ્પીટલ મા આપી દીધા
કોરોના કાળ મા દર્દી ઓ ને હાલ ખુબ ઉપયોગી ફ્રુટ છે અને જેની કિંમત મા હાલ ખુબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક ખેડુત ની માનવાતા સામે આવી છે.
જુનાગઢ ના એક ખેડુત જેતાભાઈ રામદેવભાઈ ગોરડ એ પોતાની વાડીના તમામ નાળીયેર જુનાગઢ ની સિવીલ હોસ્પીટલ આપવા નુ નક્કી કર્યુ છે. માળીયા હાટીના તાલુકા ના લાડુડી ગામ ના ખેડુત જેતાભાઈ ને 30 વિઘા મા આંબરડી છે અને તેની ફરતે 300 નાળીયેરી છે અને તેમા 1000 થી વધુ નાળીયેરી નો ફાલ આવે છે હાલ કોરોના કાળ મા નાળીયેર નો ભાવ 80 થી 100 રુપિયા છે જે અમીર તો ખરીદી જ શકે છે પરંતુ ગરીબ લોકો ખરીદતા અચકાય છે. આ બાબત ને ધ્યાન મા રાખી જેતા ભાઈ એ આ તમામ નાળીયેર જુનાગઢ ની સિવીલ હોસ્પીટલ મફત આપવાનો નિર્ણય લીધો હતો.
જુનાગઢ સીવીલ મા મફત ટીફીન સેવા પૂરી પાડતા રાજેશભાઈ ચુડાસમા મા એ આ નાળીયેર દર્દી ઓ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી.
હાલ ના કપરા કાળમાં અનેક લોકો કાળા બજારીની કરે છે પરંતુ એક સૌરાષ્ટ્ર ના ખેડુત ની દાતારી જોઈ ને સૌ કોઈ સલામ કરી રહયુ છે.