ગોંડલ મા પાંચ દિવસ મા પાંચ આપઘાત ! ગોંડલના બાઈક રાઈડર ભાવિકે ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું
ગુજરાત રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ગોંડલ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં પાંચ આપઘાત બનાવો બનતા અરેરાટી મચી જવા પામી છે. જ્યારે ગોંડલ શહેરમાં વધુ એક યુવાને આપઘાત કરી લેતા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
જગતના અંગે વાત કરીએ તો ગોંડલ શહેરમાં ગોંડલ જીન પ્લોટ માં રહેતા ભાવિકભાઈ રાજેન્દ્રભાઈ નામના 29 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનાની જાણ સીટી પોલીસને થતા સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ભાવિકભાઈની જો વાત કરવામાં આવે તો તેઓએ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને પોતાની બહેનના લગ્ન થઈ ગયા હતા. જ્યારે તેમની માતાનું ચાર વર્ષ પહેલા નિધન થઈ ગયું હતું. ત્યારબાદ પિતા અને પુત્ર બંને એકલા રહેતા હતા. ભાવિકભાઈ ને બાઈક રાઇડિંગ નો શોખ હતો અને ઘણી વખત તેવો ગોંડલ થી બાઈક લઇ ને રાજસ્થાન સુધી બાઈક લઇ ને રાઈડ કરવા માટે જતા હતા.
જ્યારે ભાવિકભાઈ ના પિતા નટબૉલટ બનાવતી કંપની મા કામ કરે છે અને ભાવિકભાઈ એસી બનાવતી કંપની મા કામ કરે છે. ભાવિકભાઈ નુ અચાનક મોત થતા મિત્ર મંડળ મા શોક નુ મોજુ ફરી વળીયું હતુ જયારે આ અંગે ગોંડલ પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી ને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતો.