અમદાવાદ : આરોપીઓની એક નાની એવી ભુલ અને સમગ્ર હત્યાનુ ષડયંત્ર બહાર આવ્યુ ! હત્યા કરવાનાર બીજુ કોઈ નહી પણ પોતાનો જ….
બે અઢવાડીયા પહેલા અમદાવાદ ના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2 માંથી એક મહીલા નો મૃતદેહ મળી આવ્યા હતો જ્યાર બાદ પોલિસ તપાસ મા સામે આવ્યુ હતું કે મહીલાની હત્યા કરવામા આવી હતી જ્યારે આ ઘટના મા એક નવોજ ખુલાસો થયો હતો જેમા હત્યા કરાવાનાર મા પોતાના જ પતિએ નુ નામ સામે આવ્યું છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2 મા રહેતી મહીલા કે જેનુ નામ મનીષા બુધેલા નામની મહિલાની સંદિગ્ધ હાલત મા મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પ્રાથમિક તપાસ મા અકસ્માત મહીલા નુ મોત થયુ હોય તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ ફોરેન્સિક રીપોર્ટ મા સામે આવ્યુ હતુ કે મહીલાની હત્યા કરવા મા આવી છે. પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી.
જ્યારે પોલીસે આ ઘટનાની ઝીણવટ ભરી તપાસના આધારે સોસીયટીના અને અન્ય જગ્યાઓના સીસીટીવી મા બે શકમંદ વ્યકિતઓ નજર મા આવ્યા હતા. પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.
ખલીલુદ્દીન સૈયદે ઝોન 7 ના એલસીબી ની પ્રાથમિક પુછપરછ મા ચોંકવાનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે આ કામ તેઓ ને મનિષાબેન ના પતિએ જ તેમને સોંપ્યું હતું. જો મનિષાબેન ના પતિ ની વાત કરવામા આવે તો છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે અને પારીવારી વિવાદ ના કારણે તેણે પોતાની પત્ની નો હત્યા નો પ્લાન કર્યો છે તેવા વિગતો સામે આવી હતી અને આ માટે 15000 રુપિયા પણ આપ્યા હોવાનો ખુલાસો આરોપી ખલીલઉદ્દીનની પૂછપરછ દરમિયાન કર્યો હતો.
જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલ ઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખીલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખરીદીને પોતાને બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષા બેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.