Entertainment

ગુજરાતના આ સુપરસ્ટારએ પોતાની નવી ફિલ્મ માટે કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન ! ઓળખી બતાવો કે, કોણ….

આજે ગુજરાતી સિનેમા એક નવી દિશા તરફ જઈ રહી છે અને હવે બૉલીવુડની ફિલ્મોથી વિશેષ કહાનીઓ પર ગુજરાતી ફિલ્મો બની રહી છે, ત્યારે હાલમાં જ ગુજરાતી સિનેમાનાં કલાકારોએ પણ લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. આપણે જાણીએ છે કે, એક કલાકાર પોતાના જીવનમાં એકી સાથે બે જીવન જીવે છે, જેમાં એક પોતાની રીઅલ લાઈફ અને બીજી ફિલ્મોની પટકથા આધારીત. દિવસમાં એકી સાથે ક્યારેક ઘણી ફિલ્મોના શૂટિંગ માટે અલગ અલગ પાત્ર ભજવવા અને એ પાત્રમાં ઢળી જવું એ પણ એક કલાકારની ઉત્તમ કલા છે.

હાલમાં એક આવા જ ઉત્તમ ગુજરાતી કલાકારનું પોતાની નવી ફિલ્મ માટે કર્યુ ગજબનુ ટ્રાન્સફોર્મેશન. આ કલાકારને પહેલી નજરમાં જોઈને ઓળખી નહિ શકો. ચાલો અમે આપને જણાવીએ કે, આ કલાકાર કોણ છે. આ કલાકાર ખૂબ જ લોકપ્રિય અને 90ના દશકની ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા હતા અને આજે પણ ગુજરાતી ફિલ્મની નવી પેઢી સાથે કામ કરી રહ્યા છે, ત્યારે આપણા માટે ગર્વની વાત કહેવાય. આ કલાકાર એટલે હિતેન કુમાર.

 

આપણે જાણીએ છે કે, હિતેન કુમાર હાલમાં અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ સિનેમાની એક નવી પેઢી સાથે કામ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ સિનેમા ઘરોમાં તેમની રાડો ફિલ્મ ધૂમ મચાવી રહી છે, ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે તેઓ સતત કાર્યરત રહે છે અને સાથો સાથ પોતાની આગામી ફિલ્મોની શૂટિંગ પણ કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ તેમને પોતાના સોશિયલ મીડિયામાં પોતાની એક તસ્વીર પોસ્ટ કરી છે, આ લુક તેમની આગામી ફિલ્મનો છે.

હિતેન કુમારે પોતાની તસ્વીર પોસ્ટ કરતાની સાથે કેપશનમાં લખ્યું કે, Just look at the Transformation in one week’s time..આ પણ એક આશીર્વાદ જ હશે. માત્ર ‘એક જ અઠવાડિયા’માં આટલું ટ્રાન્સફોર્મેશન…! ‘રાડો’ના પ્રમોશનમાંથી હમણાં થોડાક જ દિવસ પહેલા (૬ દિવસ)ફ્રી થયો.રાડોના રિલીઝના ‘અઠવાડિયા માત્ર’માં કાલે જયારે “આગંતુક”ના(બીજા શિડ્યૂલ)ના શૂટ ઉપર પહોંચ્યો.

અને તરત જ ફરી પાછું એ ‘પાત્રના કલેવર’માં આટલા ‘બદલાવ’ સાથે પહોચી જવાયું જેમાં ઉંમર,વજન,અને દેખાવ સાવ જ જુદા લાગે છે ને મારા આ ‘પરકાયાપ્રવેશ’ના ‘તપ’માં કૈક ‘સત્વ’ તો છે જ. ખરેખર હિતેન કુમાર ગુજરાતી સિનેમાની ગૌરવ અને અમૂલ્ય રત્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!