Gujarat

ખરો મિત્ર કોને કહેવાય?? આકાશ રાઠોડ અને સુનિલ દરબારની મિત્રતા ની વાત જાણી સલામ કરશો..

મિત્રો તમારાં જીવનમાં તમને ઘણાં મિત્રો મળ્યા હશે અમૂકે તમારો સાથે છોડી દીધો હશે તો વળી કોઈ તમારો મિત્રજ દુશ્મન બની ગયો હશે. તેમજ વાત કરીએ તો બધાના જીવનમાં એક એવો ખાસ મિત્ર તો હોઈ છે જે આપણી માટે જીવ દેવા પણ તૈયાર થઈ જતો હોઈ છે. તેમજ આપણી માટે થઈને જીવનમાં કોઈપણ કામ કરવા રાજી હોઈ છે. હાલ એક તેવોજ મિત્રતા નો કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને આ દોસ્તીની મિસાલ એવા બે મિત્રો વિશે જણાવીએ. જેના વિશે જાણી તમે પણ તેના વખાણ કરશો.

વાત કરીએ તો નડિયાદના ડભાણ ગામે એક મિત્રએ બીજા મિત્રને ભણાવવા તમામ ખર્ચો ઉપાડી દોસ્તીની અનોખી દાસ્તાન કાયમ કરી. એક મિત્રએ બીજા મિત્રને કીધું જે હુ ભણ્યો નથી પણ તને ભણાવવા હું પાછો નહી પડુ’ આ શબ્દો છે એક સાચિ અને અતૂટ મિત્રતાના. તમને જણાવીએ કે મુળ ગોધરા અને મધ્યપ્રદેશના વતની બે યુવાન મિત્રો એકબીજા માટે જાન ન્યોછાવર કરી દેવાની હિંમત ધરાવે છે. મુળ ગોધારા તરફના વતની અને છેલ્લા કેટલાય વર્ષોથી ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામે સ્થાઈ થયેલા સુનિલ દરબાર અને તેની સાથે રહેતો આકાશ રાઠોડ બન્ને પાક્કા મિત્રો છે. આકાશનુ મુળ વતન મધ્યપ્રદેશ છે પણ તે અહીયા જ પહેલીથી રહે છે. આ બન્નેની દોસ્તી એટલી પાક્કી છે કે તેઓ એકબીજા માટે કઈ પણ કરવા તત્પર છે.

વાત કરીએ તો બન્ને મિત્રો વચ્ચે અવારનવાર વાત થતા સુનીલને ભણવાની ઈચ્છા હતી, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે, તે ભણી શકે એમ નહોતો. આ બાબત આકાશના ધ્યાને આવતાં આકાશે સુનિલને ભણાવવાનું મનોમન નક્કી કરી લીધું હતું. અને સુનિલ જ્યા સુધી ભણે ત્યાં સુઘીનો તમામ ખર્ચ પોતે ઉઠાવશે. તેમજ તમને જણાવી દઈએ કે આકાશે પિતાની હુંફ નાનપણથી ગુમાવી છે. જ્યારે માતાની હુંફ પણ ગયા છ મહિના અગાઉ ગુમાવી છે. આમ માવતરને ગુમાવી આકાશ પોતાના મામા-મામી સાથે અહીયા રહે છે. તેણે પોતાના વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે. આકાશે પોતાના મિત્ર સુનીલના વ્હારે આવી તમામ ભણતરનો ખર્ચ ઉઠાવી લીધો છે. સુનિલ હાલમાં છગનભાઇ મુળજીભાઈ પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરી રહ્યો છે. તેની અભ્યાસની ફી થી લઈને યુનિફોર્મ, નોટો, ચોપડા વગેરે તેનો દોસ્તાર આકાશ પુરુ પાડે છે. સુનીલના ભણવાનો તમામ ખર્ચ આકાશે પોતાના ખભે ઉપાડી કહ્યું ‘દોસ્ત તુ ભણ હું પાછળ બેઠો છું ટેન્શન ના લઈશ’, બસ તુ અભ્યાસમા ધ્યાન આપ. એટલું જ નહી પણ આ આકાશ અને સુનિલ બન્ને દોસ્તારો ઉપરોક્ત એક જ જગ્યાએ રહે છે અને ઘરના નાના-મોટા કામોમાં મદદ પણ કરે છે.

આમ વાતચીતમાં આકાશ રાઠોડે જણાવ્યું કે, મારા મિત્ર સુનિલની પરિસ્થિતિ ખરાબ હતી. હું પોતે ભણ્યો નથી, પણ મિત્ર સુનિલને ભણાવવા સપોર્ટ કરી રહ્યો છું સુનિલ છેલ્લા ચાર વર્ષથી મારી જોડે રહે છે. એને ભણવામાં તકલીફ હોવાથી એને મને જણાવ્યું હતું અને મેં એને મદદ કરી છે. ચોપડા, યુનિફોર્મ સહિત જે કાંઈ બી શિક્ષણને લગતી ચીજવસ્તુઓની જરૂર છે તે હું આપું છું. હું હાલ ખેતી કામ કરી રોજના 120 રૂપિયા કમાઉ છું. થોડા થોડા પૈસા ભેગા કરી હું મારા મિત્રને ભણાવી રહ્યો છું. મારાથી થાય એટલું હું સુનિલ માટે કરી રહ્યો છું. હાલ ખેતી ભાગે રાખવાનું કામ કરું છું બસ સુનિલ તું આગળ વધ બીજું બધું મારા પર છોડી દે જે થાય તે તમામ ખર્ચ હું ઉપાડવા તૈયાર છું.

આમ સાથે સાથે વાતચીતમાં સુનિલ દરબારે જણાવ્યું કે, મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એમાં મારા દોસ્ત આકાશે મને ખુબજ સપોર્ટ કર્યો છે. હું હાલ ડભાણની સી.એમ. પટેલ હાઇસ્કુલમાં ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો છું. ત્યાંના આચાર્યએ પણ અમને સારો સપોર્ટ આપ્યો છે જેથી મારા મિત્રની સાથે સાથે મારી શાળાના આચાર્ય ભુપેશભાઇ રાવલનો પણ હું ખૂબ આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!