India

પરિણીત મહિલા પ્રેમીનાં જન્મદિવસમાં ગઈ પણ પ્રેમી એ ફિલ્મી સ્ટાઇલથી હત્યા કરી!કારણ જાણીને હૈયું કંપી ઉઠશે…

લગ્ન બાદ પણ અનૈતિક સંબંધન અનેક બનાવો બનતા હોય છે. હાલમાં જ એક પરણીતા પોતાના પ્રેમીના જન્મદિવસ પર ગઈ હતી પરંતુ તેના પ્રેમીએ તેની હત્યા કરી નાખી. હવે વિચારો કે એવું તે શું બન્યું કે, પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. આ ઘટનાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બનેલી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બારાગાંવ ગેટમાં રહેતા નિક્કી સાહુએ 13 ઓગસ્ટની રાત્રે નારાયણ બાગમાં પોતાના જન્મદિવસની પાર્ટી રાખી હતી.

આ પાર્ટીમાં તેણે તેની પરિણીત ગર્લફ્રેન્ડ મોનાને પણ આમંત્રણ આપ્યું હતું. મોના એક સંબંધી સાથે પાર્ટીમાં આવી હતી. જોકે, પાર્ટીમાં પ્રેમી નિક્કી અને મોના વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે મોનાને ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદમૃતક મોનાના પતિનું નામ વિજય છે.

વિજયના કહેવા મુજબ અમારા લગ્ન પહેલા તેની પત્ની મોના અને તેની પ્રેમી નિક્કીનું અફેર ચાલતું હતું. જોકે તેને આ અફેર વિશે લગભગ બે વર્ષ પહેલા ખબર પડી હતી. આ બાબતને લઈને ઘરમાં અનેક ઝઘડા થતા હતા. પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ દરેક વખતે સમાધાન થયું. છેલ્લા બે મહિનાથી મોના તેના બોયફ્રેન્ડ નિક્કી સાથે રહેતી હતી પરંતુ 20 દિવસ પહેલા તે તેની માતાના ઘરે આવી હતી.

પતિ વિજયે વધુમાં જણાવ્યું મારી પત્નીનો બોય ફ્રેન્ડ ઇચ્છતો હતો કે, મોના તેની સાથે તેના ઘરે રહે. બર્થ ડે પર પણ મોનાએ કહ્યું કે મારું બાળક નાનું છે અને તે રડતો જ હશે. મારે જલ્દી જવું છે પણ નિક્કીએ મોનાના ખાવામાં કંઈક ભેળવી દીધુ હતું જેથી તે બેહોશ થતા નિક્કીએ મોનાની હત્યા કરી નાખી હતી હાલ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, તેમજ બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!