હાલ ચર્ચા નો વિષય બનેલા એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે જાણો ?? તોડબાજી કરતા કર્મચારીઓમાં મેહુલ નામથી જ…
સુરત શહેર હંમેશા ચર્ચામાં રહે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરના લોકો અને સુરતની ઘટનાઓ ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર મેહુલ બોધરાની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ યુવાન કોણ છે? ખરેખર તનને જાણીને આશ્ચર્ય થશે કે મેહુલ બોઘરા કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ચાલો આ બ્લોગ દ્વારા સંપૂર્ણ માહિતી જાણીએ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબીના સુપરવાઇઝર દ્વારા જાહેરમાં 15થી વધુ દંડા ફટકાવીને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને આજ કારણે તેઓ ચર્ચામાં છે. ત્યારે પ્રશ્ન એ થાય કે મેહુલ બોધરા કોણ છે? તમારા આ પ્રશ્નનો જવાબ અમે આપને આપીએ.મેહુલ બોઘરા વકીલ છે અમે તેઓ કાયદો બધા માટે સમાન છે. ત્યારે તમામ લોકો કાયદાના આધીન રહે તે માટે કામ કરી રહ્યા છે.મેહુલ બોઘરા અગાઉ પણ પોલીસ સહિતના વિભાગના કર્મચારીઓની ગેરવર્તુળકને લોકો સમક્ષ ઉજાગર કરતા ધમકીઓ પણ અગાઉ મળી હતી.
હાલમાં જ મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટના સ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને 15 દંડા ફટકારી માર માર્યો હતો. વકીલને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર લઇ જવાયા હતા. એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીકર્મી તથા અન્ય 3 સામે આઇપીસી 302 હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે.
મેહુલ બોઘરા વિશે જાણીએ તો તે, મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીપળી ગામના વતની છે અને હાલમાં તેઓ સુરતના યોગી ચોકમાં રહે છે. વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી એલએલબી કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે પણ હાલમાં તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.
વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા મેહુલ કાયદો બધા માટે સમાન રહે તે માટે જ કાર્યરત છે. આ કામ કરવામાં ઘણી વાર તંત્રના લોકોને કર્મચારીઓ સીધી રીતે ધમકી આપે છે છતાં પણ લડતમાં અડગ રહેવા માંગે છે.મેહુલનું માનવું છે કે, પોલીસ ધારે તો કાયદા ના સહારે તમામ તંત્ર અને સુધારી શકે છે ભ્રષ્ટાચાર ઘટી શકે છે. પરંતુ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખાખીની આડમાં પોતાને સર્વેસર્વા માને છે તેના વિરુદ્ધ હું કામ કરી રહ્યો છું. ઘણા સારા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે પોતાનું કામ સારી રીતે બનાવે છે. જેને હું સલામ કરું છું. પરંતુ નિયમો જેમ લોકોને લાગુ પડે તેમ તમામ ને લાગુ પડવા જોઈએ. તેના કારણે આમ અભિયાન ચલાવી રહ્યો છું અને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યો છું.