ગઢડા BAPS મંદિરમાં સેવા પૂજા કરનાર શખ્સની મોત નો ભેદ ઉકેલાયો ! હત્યા નુ કારણ જાણી ચોંકી જશો
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરનાર શખ્સની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને આખરે સેવકનો હત્યારો કોણ છે એ જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ઘટનાની જાણ થતાં જ શંકાના મામલે પોલીસે તે દિશામાં હાલ તપાસ હાથ ધરી હતી, ત્યારે આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ.
બોટાદ જિલ્લાના ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી સેવા પુજા કરતા પ્રતાપસિંહ સિંધા નામના પૂજા કરતા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે બોટાદ પોલીસ તપાસમાં લાગી છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG સહિતનો મસમોટો પોલીસ કાફલો મંદિરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનામાં આખરે પોલીસ તપાસ બાદ હત્યા નું કારણ અને હત્યારા ની વિગત નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દિવ્ય ભાસ્કરનાં અહેવાલો મુજબ બી.એ.પી.એસ. મંદિરમાં જ રહેતા સાથી સેવક પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ ની હત્યા મહેન્દ્રસિંહ રાઠવા નામના વ્યક્તિએ કરી હોવાનું અને હત્યાના કારણમાં આરોપીએ અમેરીકા જવાની લાલચે અને મૃતક વ્યક્તિ આડખીલીરૂપ જણાતો હોવાના કારણે ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.