કેશોદમાં દીકરીએ પોતાના પિતાની નજર સામે અંતિમ શ્વાસ લીધા! સબંધીના ઘરે જઈ રહ્યા હતા પિતા-પુત્રી પણ બેફામ કાર…
રાજ્યમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે અકસ્માતોની ઘટના ખૂબ વધી રહી છે. હજી કાલે જ એક ઘટના સામે આવી હતી જેમાં માર્ગ અકસ્માતને કારણે ત્રણ મિત્રોના કરુંણ મૌત નિપજ્યાં હતા. એવામાં કેશોદ નજીકથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક બેફામ કાર ચાલકે પિતા-પુત્રીને ફંગોળયા હતા, પિતાનો તો જીવ બચી ગયો હતો પણ દીકરી મૌતને ભેટી ગઈ હતી.
જણાવી દઈએ કે આ ઘટના કેશોદથી 12 કિમી દૂર આવેલ માંગરોળ રોડ આવેલ શીલોદર પાટિયા પાસે બની હતી જ્યાં એક બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને ટક્કર મારી હતી. ટક્કર લાગતાં પિતા-પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, આથી તેઓને સ્થાનિકોએ તરત જ 108ના મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દીધા હતા.
એવામાં આ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટી રહ્યો હતો પણ ત્યાં ઉભેલા લોકોએ આ કાર ચાલકનો પીછો કર્યો હતો. કાર ચાલકની કારમાં હવા ન હોવાને લીધે કાર ચાલક 12 કિમી દૂર જ ભાગી શક્યો હતો. આથી લોકોએ કાર ચાલકનું આવું બેદરકારી ભર્યું ડ્રાઈવિંગને પગલે કાર ચાલકને જડપી પાડ્યો હતો. બંને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જુનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દીકરીનું મૃત્યુ થયું હતું જ્યારે પિતાને રાજકોટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા.
મૃતકની ઓળખ જિજ્ઞાબેન પોપતભાઈ ચુડાસમા(ઉ.વ.20) તરીકે થઈ છે, મૃતક જિજ્ઞાબેન પોતાના પિતા પોપતભાઈ ચુડાસમા(ઉ.વ.45) સાથે તહવાર હોવાને લીધે પોતાના ગામ સિંગરિયા જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાંથી રફતારે આવતી જીજે 03 5956 કારે તેઓને અડફેટે લીધા હતા, જેમાં જીજ્ઞાનું સારવાર દરમિયાન પિતા સામે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પિતા પોપતભાઈને વધારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.