પોલીસ અને બુટલેગરો વચ્ચે ખરાખરીનો જગ જામ્યો વિડીયો જોઈને ચોંકી જશો ! બુટેલેગરો પીછો કરતા પોલીસ જવાનોને બુટલગેરો….
ગુજરાત દારૂનું નગર બની રહ્યું છે. દિવસે ને દિવસે વિદેશી દારૂ અને દેશી દારૂ અંગે અનેક બનાવો સામે આવી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ ટીમ વધુ સક્રિય બની છે, ત્યારે હાલમાં જ બુટેલેગરો અને પોલીસ વચગે ફિલ્મી દ્રશ્યો રચાયા. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો હાલમાં જ ઉમરપાડામાં દારૂ લઈને જતી બે કારનો પોલીસે પીછો કર્યો; બુટલેગરોએ ફૂલસ્પીડે કાર હંકારી બાઈકસવાર બે જવાનોને ફંગોળ્યા પણ ઘટી એવી ઘટના કે જાણીને તમે પણ ચોંકી જશો.
.
આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો, હાલમાં જ
ઉમરપાડા પોલીસ મથકના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ સાકરભાઈ તેમજ અરવિંદભાઈ ગુરજીભાઈને બાતમી મળી હતી કે સેલંબાથી ઉમરપાડા તરફ ફોર્ચ્યુનર કાર નં. GJ-05-JB-4950 તેમજ એક્સ.યુ.વી કાર નં. GJ-15-CD-2759માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાનો છે.ઉમરપાડા પોલીસ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થતી બે કારને પકડવા ઉભી હતી.
પોલીસથી બચવા ફુલ સ્પીડે કાર હંકારી મોટરસાઈકલ પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતા.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ જવાનોએ પોતાનો જીવ દાવમાં મૂકીને પણ આ ઓપરેશનમાં સફળતા મેળવી હતી કારણ કે, બંન્ને કાર ચાલક ઉમરપાડા મુખ્ય બજારમાંથી ગાડી લઈ કેવડી તરફ જવાના માર્ગ પર ભાગ્યા હતા. જ્યાં કાર મૂકી બંન્ને ચાલકો જંગલમાં ફરાર થઇ ગયા હતા
બુટલેગરો પોલીસથી બચવા બંને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા હતા..પોલીસે કારમાં મૂકેલી વિદેશી દારૂની બોટલો નંગ 505 તેમજ બંન્ને કાર મળી રૂ. 13 લાખ 82 હજાર 800નો કુલ મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર ગુજરાત પોલીસની આ સરહાનીય કામગીરીને વંદન છે. તેમને જીવ જોખમમાં મૂકીને પણ દારૂ ઝડપી લિધો.
<blockquote class=”twitter-tweet”><p lang=”gu” dir=”ltr”>સુરતના ઉમરપાડામાં <br>ભાગતા બુટલેગરને પકડવા આખો પોલીસ કાફલો દોડ્યો, <br>પોલીસનાં બે જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ<a
સુરતના ઉમરપાડામાં
ભાગતા બુટલેગરને પકડવા આખો પોલીસ કાફલો દોડ્યો,
પોલીસનાં બે જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ#ગુજરાતમિત્ર #Surat #Bootlegger #Police #Umarpada pic.twitter.com/1UbU7Rtd9h— Gujaratmitra (@Gujaratmitr) August 23, 2022