Gujarat

કચ્છી સમાજના અગ્રણીનાં પુત્રનો મુંબઈમાં મૂર્તદેહ મળ્યો, ડેડ બોડી પાસેથી મળી આવી ચોંકાવનારી વસ્તુઓ….

દિવસે ને દિવસે અનેક હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. વાત જાણે એમ છે કે, હાલમાં જ  દાદરમાં ફેમસ સુવિધા સ્ટોરના પાર્ટનર અને કચ્છી સમાજના અગ્રણી શાંતિલાલ ડુંગરશી મારુના 46 વર્ષીય પુત્ર કલ્પેશ મારુનો મૃતદેહ મળી આવ્યો.

આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોક છવાઈ ગયેલ. સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે, દાદરમાં પ્રખ્યાત સુવિધા સ્ટોરના માલિકના 46 વર્ષીય પુત્રે વિરારમાં કથિત રીતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક કલ્પેશ મારુ કથિત રીતે 15 ઓગસ્ટે પોતાના ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તે દર્શન માટે જઈ રહ્યો હતો, પરંતુ ગુરુવારે સાંજે તેનો મૃતદેહ વિરારમાં મળ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતકની અમને ડેડ બોડી પાસેથી કેટલીક દવાઓના પેકેટ સાથે કોલ્ડ ડ્રિંક્સની બોટલ મળી હતી. એમાં થોડા દારૂ સાથે કોઈ દવા મિક્સ કરી હોય એવું લાગી રહ્યું હતું. જ્યારે કલ્પેશે આ પહેલાં પણ ચાર વખત સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દવાનો ઓવરડોઝ લીધો હોવાનું કહેવાઇ રહ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મારુ ડિપ્રેશનથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. કથિત રીતે તે ભૂતકાળમાં ઘણી વખત તેના ઘરેથી ભાગી ગયો હતો અને પોલીસની મદદથી તેને પાછો લાવવામાં આવ્યો હતો. મારુએ તેના પિતાના વ્યવસાયને બદલેઘણા વ્યવસાયોમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી, જેના કારણે તે ધૂમ્રપાન અને દારૂ પીવા તેમજ ડિપ્રેશન તરફ ધકેલાઈ ગયો હતો. તેણે કથિત રીતે કેટલીક વખત તેનો જીવ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!