વિદેશ મા વસતા પટેલ સમાજ ની દેશ ભાવના, 5 કરોડ ના ઓકસીજન મશીન મોકલશે
માનવ સેવા એ જ પ્રભુ સેવા! ખરેખર આજે આ મહામારીમાં માણસને હજુ જીવન જીવવાની આશા છે, તો તેનું એક માત્ર કારણ છે, માનવતા કારણ કે આ વિકર પરિસ્થિતિમાં માણસ પોતાની પરવાહ કર્યા વગર અનેક જીવો માટે સેવા કાર્યો કરી રહ્યા છે. કોઈ ધન થી તો કોઇ તન થી અને કોઈ મન થી પણ સેવા કરી રહ્યા છે આમ પણ કેહવાય છે ને કે ફૂલ નહિ ફૂલની પાંખડી પરતું સેવા કરવી એ જ લેખે લાગે.
હાલના સમયમાં સરકાર દ્વારા સહાયતા પુરી પાડવામાં આવે છે પરંતુ લોકો દ્વારા દાન અને સેવા કરવામાં આવી રહી છેત્યારે આજે આપણે એક એવા સમાજની વાત કરવાની છે જેઓ પોતાના વતન ને નથી ભૂલ્યા ભલે તેઓ આજે વિદેશમાં વસે છે.
શહેરોમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવ્યું છે. પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ગામડાઓની મોટા ભાગની હોસ્પિટલો કોરોનાના દર્દી ફૂલ થઇ ગઇ છે. ત્યારે કેટલાક દર્દીઓને તો ટેન્ટ બનાવીને સારવાર લેવી પડી રહી છે.
ગુજરાત પર આવેલા કોરોનાના સંકટને લઈને ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓની સારવાર ખૂબ જ સારી રીતે થઈ શકે તે માટે અમેરિકામાં વસતા ગુજરાતીઓએ ઓક્સિજન મશીનો ગામડાઓમાં મોકલવાનું નક્કી કર્યું હતું. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ 4થી 5 દિવસની સમયમાં જ 5 કરોડ (6,80,000 ડોલર) રૂપિયાનું દાન એકઠું કર્યું છે. આ દાનમાંથી તેમને 100 કરતા વધારે ઓક્સિજન મશીન અને મેડિકલ સાધનોની ખરીદી કરી છે.
આ સંસ્થાનું નામ સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ છે અને તે અમેરિકામાં છેલ્લા 40 વર્ષથી અનેક સમાજ સેવા અને શૈક્ષણિક પ્રવૃતિઓના કાર્યો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજમાં 2800 આજીવન અને 15 હજાર જેટલા સભ્યો કામગીરી કરી રહ્યા છે અને હવે આ સંસ્થા સૌરાષ્ટ્રના ગામડામાં રહેતા કોરોનાના દર્દીઓની વ્હારે આવી છે.
પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત ઓક્સિજનના કોન્સન્ટ્રેટર એટલે કે, પોર્ટેબલ ઓક્સિજન મશીન, એર કાર્ગો, એર ઇન્ડિયા, USA અને બાલાજી વેફર્સના સહયોગથી ટૂંક સમયમાં સૌરાષ્ટ્રમાં દર્દીના સહયોગ માટે ઉપલબ્ધ થશે. હવે વિદેશોમાં વસતા ભારતીયો પણ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરીને વતનના લોકોની બનતી તમામ મદદ કરી રહ્યા છે.