Gujarat

સુરતના માતા-પિતા ચેતી જજો! માનસિક વિકૃતિ ધરાવતો આરોપી ઝડપાયો, બાળકીઓને ચોકલેટ આપીને તે…

સુરત શહેરમાં દિવસેને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. દરેક વાલીઓ માટે આ ચેતવણી રૂપ સમાન ઘટના છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના ઓલપાડના ઉમરા ગામે રહેતો વિકૃત માનસિક ધરાવતો યુવાન વેલંજા ગામની બે સોસાયટીઓની નાની બાળકીઓની છેડતી કરી તેને લલચાવી-ડરાવી અપહરણ કરવાની કોશિશ કરી રહ્યો હતો.

આ વાતની જાણ કામરેજ પોલીસ મથકમાં થતા જ જ તાત્કાલિક પગલે પોલીસે આ શખ્સ ગંભીર ગુનો આચરે તે પહેલા અગમચેતી બતાવી ઝડપી લીધો હતો.કામરેજના વેલંજા ગામે અબ્રામા રોડ ઉપર 2 વ્યક્તિઓની દીકરીઓને એક નરાધમ છેલ્લા બે માસથી નજર રાખી રહ્યો હતો. આરોપી ઈસમ સફેદ કલરની એકટીવા ઉપર આવી નાની બાળકીઓને ચોકલેટ આપી બોલાવી છેડતી કરી લલચાવી,ડરાવી ઉપાડી જઇ અપહરણ કરવાની કોશિશ કરી રહ્યો  હતો.

જેની ફરિયાદ કામરેજ પોલીસ મથકે કરાઈ હતી.આ ઘટનાને પગલે જાણવા મળ્યું હતું કે, સુરત ગ્રામ્ય ડીવાયએસપી બી.કે.વનારે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇ કામરેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.બી.ભટોળને વોચ રાખવા સુચના આપી હતી અને ખાસ એક ટીમ બનાવીને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે ભાવેશ ઉર્ફે ભાવિન ધનજી શિંગાળા ,ઉમરા ગામ,ઓલપાડને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પોલીસે આ નરાધમ વિરુદ્ધ પોસ્કો અકેટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના તમામ સુરતના વાલીઓ માટે સાવેચતી અને ચેતવણી રૂપ કિસ્સો છે. તમારા બાળકને ક્યારેય એકલા ન મુકો અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાર્તાલાપ કે કોઈ વસ્તુની આપ-લે કરવાનું ટાળો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!