ગણેશ ઉત્સવ માટે પંડાલ બાંધતા વખતે બની એવી ઘટના કે બે યુવાનોના જીવ વયા ગયા ! સમગ્ર ઘટના ને લીધે અરેરાટી…
આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી ની ધામધૂમતી ઉજવણી થઈ રહી છે ત્યારે હાલ જ નડિયાદમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ત્રણ યુવાનોને ગણપતિના પંડાલના શોક લાગવાના કારણે બે યુવાનના કરુણ મોત થયા હતા આઘટના ના પગલે પગલે સમગ્ર પંથ માટે મચી ગઈ હતી. જ્યારે હાલ એક યુવના સારવાર હેઠળ છે.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો નડિયાદના પીજ રોડ ઉપર ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આ ઘટના સામે આવી હતી મુજબ ગણેશ પંડાલમાં વરસાદી વાતાવરણને કારણે તાડપત્રી લગાવવા જતાં ત્રણ યુવકોને કરંટ લાગતાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા જેના કારણે ખુશી નો મોહોલ દુખ મા ફેરવાયો હતો.
આ ઘટના મા વધુ મા જાણવા મળ્યુ હતુ કે પંડાલ બાંધવાની કામગીરી કરાઈ રહી હતી ત્યારે માંથામાં 11kwનો વાયર અડી જવાથી કરંટનો ઝાટકો લાગ્યો હતો અને બેના મોત થઈ ગયા હતા. આ કામગીરી કરવા માટે ગયેલા વ્યક્તિએ જણાવ્યું કે, “અમે ગણેશ મંડપની તાડપતરી બાંધવા માટે મંડપ પર ચડ્યા હતા, એક ભાઈ મારી સામે હતો અને તે મંડપ પરથી ચાલીને સહેજ આગળ આવ્યો ત્યારે માથા પર વાયર ચોંટી ગયો અને ભારે ઝાટકો લાગ્યો હતો, આ કારણે જે બીજી વ્યક્તિ હતી તે પણ પડી ગઈ હતી આમ બેના મોત થઈ ગયા હતા.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.