સોસીયલ સ્ટાર બુલેટ રાની ઘરપકડ કરવા મા આવી ! પોલીસ સીઓ આકાશ પટેલે કહ્યું છે કે…
હાલના સમયમાં યુવાનો અને યુવતીઓમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે ફેમસ થવા માટે બાઈક અને નવા સ્ટંટો કરતા જોવા મળે છે ત્યારે હાલ જ સોશિયલ મીડિયામાં મીસ જટની અને બુલેટ ટ્રેન તરીકે ઓળખાતી હતી યુવતી વિવાદો મા ફસાઈ છે. યુવતી માથે એવો ગંભીર આરોપ લાગ્યો છે કે તેણે પોલીસ પર હાથ ઉપાડ્યો જો કે યુવતી એ આ અંગે જણાવ્યુ કે તેણી એ કોઈ પર હાથ નથી ઉપાડ્યો અને માફી માંગી છે.
જો આ અંગે વિગતે વાત કરવામા આવે તો થોડા દિવસો પહેલા શિવાંગી ડબાસ પોતાના મિત્રો સાથે ઘરે જઈ રહી હતી. આરોપ છે કે, તેણે મહિલા પોલીસકર્મી જ્યોતિ શર્માની સ્કૂટીને ટક્કર મારી હતી. શિવાંગી ડબાસનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે મહિલા પોલીસકર્મી સાથે રકજક કરતી જોવા મળી છે. વીડિયોમાં શિવાંગી કહી રહી છે કે, મેં તમારી એક વખત માફી માંગી લીધી છે, છતાં પણ તમે મને મારી રહ્યા છો.
જ્યારે આ મમાલો વધુ બગડયો ત્યારે પોલીસકર્મી જ્યોતિ શર્મા એ સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી અને સ્થાનિક પોલીસ દ્વારા શિવાંગી ના ઘરે જઇ ને અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશને લઈ જવા મા આવી હતી જ્યા તેના પર કેસ નોંધાવા મા આવ્યો હતો જ્યારે આ અંગે શિવાંગી એ મિડીઆ ના માધ્યમ થી જણાવ્યું હતુ કે “આ વિવાદ પછી મેં મહિલા પોલીસકર્મીની ઘણી વખત માફી માંગી હતી, મારી માતા અને ભાઈએ પણ તેમના પગ પકડ્યા હતા. તેમ છતાં પોલીસ મહિલાકર્મીએ મને મારી હતી. શિવાંગીએ કહ્યું કે, બંને રોંગ સાઈડ આવી રહ્યા હતા. તેની અને મહિલા પોલીસ કર્મચારીના વાહન વચ્ચે કોઈ ટક્કર થઈ ન હતી. તેમ છતાં તેની પર આરોપ લગાવવામાં આવ્યો છે.”
જો શિવાંગી ડબાસ ની વાત કરવા મા આવે તો સોસીયલ મીડીઆ પર ઘણી એક્ટીવ છે અને ત્રણ લાખ જેટલા Followers પણ છે. ઘણુ મોટુ ફેન ફોલોવિંગ છે જ્યારે આ અંગે તપાસ કરતા સીઓ આકાશ પટેલે કહ્યું છે કે, ગઈકાલે રાતે મહિલા પોલીસકર્મી જ્યોતિ શર્મા ડાયલ 100ની ડ્યૂટી ખતમ કરીને ઘરે પરત જઈ રહી હતી, ત્યારે શિવાંગી ડબાસે તેની સ્કૂટીને ટક્કર મારી દીધી હતી. જેના પછી મહિલા પોલીસકર્મી પર શિવાંગીએ હાથ ઉઠાવ્યો હતો.