ભાગ્યે જ જાણતા હશો ભારત ના આ સૌથી અમીર નિઝામ વિશે ! અરબો ખરબો રુપીઆ હોવા છતા….
ભારત નાં ઇતિહાસનો સૌથી ધનવાન પરિવાર વિશે જણાવીશું.
જ્યારે 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું જોકે, દક્ષિણ ભારતના હૈદરાબાદ સહિત કેટલાંય રાજ્યોએ આઝાદીનો સ્વાદ નહોતો ચાખ્યો. હૈદરાબાદ 17 સપ્ટેમ્બર 1948 સુધી નિઝામના શાસન અંતર્ગતનું રજવાડું હતું.
એ બાદ ‘ઑપરેશન પોલો’ નામનું સૈન્યઅભિયાન હાથ ધરીને ભારતે આ રજવાડને ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું.એ વખતે હૈદરાબાદ આસફ જાહ વંશના સાતમા વંશજ નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીનું રજવાડું હતું. એ વખતે તેઓ દુનિયાની સૌથી પૈસાદાર વ્યક્તિ ગણાતી હતી.
રાજા હતાં નિઝામ ઉસ્માન અલી ખાન. તેઓ હૈદરાબાદના છેલ્લા નિઝામ હતા. તેનો જન્મ 6 એપ્રિલ, 1886 માં હૈદરાબાદની હવેલીમાં થયો હતો. ઉસ્માન અલી ખાનના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. હૈદરાબાદના નિઝામ શાસનની શરૂઆત 31 જુલાઈ, 1720 થી થઈ હતી.
20 મી સદી સુધીમાં ઉસ્માન અલી ખાન પાસે 200 કરોડનુ સોનું અને ચાંદી હતું. તેમજ 400 કરોડની ઝવેરાત હતી. ઉસ્માન અલી ખાન ગાડીઓના ખૂબ શોખીન હતા. તેમની પાસે 1912 માં લગભગ 50 રોલ્સ રોયસ કાર હતી. તેમને મોતી અને ઘોડાઓનો પણ શોખ ધરાવતો હતો.
1940 આસપાસ તેમની પાસે કુલ 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. તે સમયે ભારતની કુલ અર્થવ્યવસ્થા નિઝામથી અડધી હતી. જે યુએસ અર્થતંત્રનો બે ટકા હતો.કહેવાય છે કે નિઝામ ઉસ્માન પેપર વેઈટ તરીકે 1340 કરોડ રૂપિયાના હીરાનો ઉપયોગ કરતો હતો.29 ફેબ્રુઆરી, 1967 ના રોજ ઉસ્માન અલી ખાનનું મૃત્યુ થયું.નિઝામ ઉસ્માનના અવસાન પછી તેના પરિવારની ખરાબ પરિસ્થિતિ થઈ હતી. ઉસ્માન અલી ખાને તેના કોઈ પુત્રને તેનો વારસદાર બનાવ્યો નહોતો.
તેમને બધી જ સંપત્તિના વારસદાર મુકરામ જહાંને બનાવ્યો હતો. મુરકમની માતા તુર્કીની હતી. મુરકમના લગ્ન પૂર્વ મિસ તુર્કી સાથે થયા હતા.અને આજે પરિવાર પાસે એટલા પૈસાનથી રહ્યા કે તેઓ પોતાની સંપત્તિ પાછી લાવી શકે.આ હૈદરાબાદ વિલય સમયે નિઝામ 10 લાખ પાઉન્ડ બ્રિટનની બેંકમાં પાકિસ્તાન ખાતામાં નાખ્યા છે સાંઠ વર્ષના વ્યાજ દર થકી 350 લાખ પાઉન્ડ થઈ ગયા અને આ રકમ માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે કેસ ચાલ્યો.