સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ મહાદેવનુ અપમાન કર્યુ અને પછી માંફી માંગી ! મહાદેવ વિશે એવું કીધુ કે….જુઓ વિડીઓ
હાલ ના સમય મા સોસીયલ મીડીઆ પર અનેક વિડીઓ અને ફોટોસ વાયરલ થયા હોય છે ત્યારે ઘણા વિડીઓના લીધે વિવાદ પણ સર્જાતો હોય છે ત્યારે હાલ જ એક સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામી કે જેનુ નામ આનંદસાગરનો સ્વામી છે તેનો એક વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે કહેવા મા આવી રહ્યુ છે આ આ સ્વામી સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય છે જેણે મહાદેવ માટે વિવાદીત ટીપ્પણી કરી છે જેના કારણે મહાદેવ ના ભક્તો રોશે ભરાયા છે.
આ વિડીઓ મા સ્વામી એવુ કહેવા નજરે ચડે છે કે ” આત્મીય વિદ્યાધામની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે. કચ્છનો છે. જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એને ગુરૃહરી પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યા છે. કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે. એમા ગયા મહિને થોડા દિવસ પહેલા જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ. આત્મીય વિદ્યા ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઇ આજ્ઞા હતી નહી એટલે નિશિથ ભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઉભા હતા. તેમણે આગળ જણાવ્યુ કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.
પછી નિશિથભાઇએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઇ જાય. ત્યારે શિવજીએ કીધુ કે, પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી. પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી, એટલુ વાક્ય બોલી અને શિવજીએ નિશિથભાઇના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. ઉલ્લેખનીય છે કે શિવજીનું આ અપમાન પ્રબોધ સ્વામીની હાજરીમા જ થઇ રહ્યુ છે અને પ્રબોધસ્વામી આ બધુ સાંભળી રહ્યા છે.
આ વિડીઓ વાયરલ થયા બાદ લોકો મા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિડીઓ ખુબ વાયરલ થયો હતો જયારે આનંદ સાગર પ્રબોધ સ્વામીની હાજરીમાં નિવેદન આપી રહ્યા હતા છતા તેને રોકવા મા આવ્યા નહી જ્યારે હવે લોકો નો રોષ જોઈ ને બીજો એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા આનંદ સાગર શિવ ભક્તો ની માંગી રહ્યા છે.
જેમા એવો એ જણાવ્યુ હતુ કે “પ્રબોધ સ્વામીએ સખ્ત અને કઠોર શબ્દોમાં સૂચન કર્યું છે, મને સજા રૂપે સાત દિવસના ઉપવાસ કરવાનું કીધું છે. મારા શબ્દો અને વાણીથી શિવભકતોની લાગણી દુભાઈ છે, તેથી હું સનાતન ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.”
નોંધ :- કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર (www.gujaratiakhbar.com)કરતુ નથીનોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.