આ સમાજ ની મહીલા 80-80 તોલા સોનાના ઘરેણા પહેરીને નીકળી તો લોકો જોતા જ રહી ગયા ! ઘરેણા પહેરવાનું કારણ પણ એટલુ જ રોચક….
સોનું તો સ્ત્રીઓનો શણગાર છે. આજે આપણે એક એવા ગામ વિશે જાણીશું, જે ગામમાં મહિલાઓ 80-80 તોલા સોનું પહેરીને ફરે છે અને આટલું સોનું પહેરવા પાછળનું કારણ પણ એટલું જ રસપ્રદ છે. ચાલો અમે આપને જણાવીએ કે,આ ગામ ક્યાં આવેલું છે અને શા માટે મહિલાઓ આટલું સોનું પહેરે છે? આ મહિલાઓને જોઈને તમને ખરેખર વિચાર આવે કે આટલું સોનું પહેરવાથી મહિલાઓને ડર નહી લાગતો હોય છે.
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના લોક મેળાનું આયોજન થાય છે, એવી જ રીતે જોધપુર જિલ્લામાં આવેલ ખેજડલી ગામમાં દર વર્ષે શહિદ મેળો યોજાય છે. પર્યાવરણની રક્ષા માટે વૃક્ષને બચાવવા માટે 363 લોકોએ પોતાનો જીવ આપ્યો હતો. તેમની યાદમાં મેળો ભરાય છે.બે વર્ષ બાદ યોજાયેલા આ મેળામાં મહિલાઓ ઝવેરાતથી ધૂમ મચાવતી જોવા મળી હતી. દરેક મહિલાએ 30-30 લાખના ઘરેણા પહેર્યા હતા.
મેળાની બીજી મોટી વિશેષતા એ છે કે અહીં મહિલાઓ લાખો રૂપિયાનું સોનું પહેરીને કોઈ પણ ડર વિના પહોંચે છે. સોમવારે પણ મેળામાં આવો જ નજારો જોવા મળ્યો હતો. ગુઢા બીશ્ર્નોઇ સમાજની મહિલાઓ ભારે ઘરેણાં પહેરીને આવે છે. આ મેળામાં આવેલ દેવરાણી-જેઠાણીએ જણાવ્યું કે તેઓ લગભગ 85 તોલા સોનું પહેરીને આવ્યા હતા. મંજુ દેવીએ 85 તોલા સોનું પહેર્યું છે.
સુનીતાએ 30 તોલા સોનાના દાગીના પહેર્યા છે. બંનેએ જણાવ્યું કે તેઓ દર વર્ષે આ મેળામાં આવે છે. આ અમારું ગૌરવ છે. મેળામાં મહિલાઓએ ઓછામાં ઓછા 25 તોલાથી વધુ વજનનો વેશ ધારણ કર્યો હતો. મહિલાઓએ આર્મ બેન્ડ, રાખડી, હાથફૂલ, બંગડી બ્રેસલેટ, જોધા અકબર સેટ વગેરે જેવી જ્વેલરી પહેરીને મેળામાં ભાગ લીધો હતો.
ખેજડલી શહીદી મેળો સમગ્ર વિશ્વમાં સૌથી અનોખો મેળો છે. ઘણા વર્ષો પહેલા અમૃતા દેવીના નેતૃત્વમાં 363 મહિલાઓ, પુરૂષો અને બાળકોએ વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમની યાદમાં આ મેળો ભરાય છે. જોધપુરના ખેજડલી ગામમાં ખેજડલીનો મેળો ભરાય છે. તે ભાદોના દસમા દિવસે થાય છે. આ દિવસે એટલે કે 21 સપ્ટેમ્બર 1730 ના રોજ, બિશ્નોઈ પુરુષો અને સ્ત્રીઓએ ખેજરી વૃક્ષોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું. વૃક્ષો માટે આવી શહાદત ક્યાંય જોવા જેવી નથી. બિશ્નોઈ મહિલાઓ તેમના ગળામાં સોનાનો વેશ પહેરે છે. આ દાગીના સમાજની ઓળખનું પ્રતિક છે. ઓછામાં ઓછું 25 તોલાથી વધુ વજનનો વેશ સ્ત્રીઓ પહેરતી હતી.
જ્યારે વૃક્ષને બચાવવા માટે મહિલા પુરુષો ચીપકી ગયા હતા અને તેમને વૃક્ષની સાથે જ કુહાળીથી કાપવામાં આવ્યા હતા.જ્યારે આ વાત મહારાજા અભય સિંહ સુધી પહોંચી તો તેમણે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો અને વિશ્નોઈ સમાજને લેખિતમાં વચન આપ્યું કે મારવાડમાં ખેજરીનું ઝાડ ક્યારેય કાપવામાં આવશે નહીં. આ દિવસની યાદમાં દર વર્ષે ખેજડલીમાં શહીદ મેળાનું આયોજન કરવામાં આવે છે. વિશ્નોઈ સમાજ હંમેશા વન્યજીવોને બચાવવામાં આગળ રહ્યો છે. હરણને બચાવવાના પ્રયાસમાં સમાજના અનેક લોકો શિકારીઓની ગોળીઓનો શિકાર બન્યા છે.