India

ભગવાન આવો ભાઈ કોઈ ને ને દે, બહેન નો કોરોના થી જીવ જતા બહેન ના…..

ખરેખર માણસ એવી જાતિ છે, જેનામાં ઈશ્વર એવો ઘાટ ઘડયો છે કે, તેનામાં એવા અનેક ગુણો છે. સમયની સાથે માણસ ક્યારેક પોતાના લોકોને પણ ભૂલી જાય છે અને પોતાના સ્વાર્થ ખાતર માણસ પોતાના સંબંધોનું ગળું દબાવી દીધું છે. આજે આપણે એક એવી જ ઘટના વિશે જાણવાનું છે. આ ઘટના વિશે જાણશો તો તમારું હૃદય કંપી ઉઠશે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું હતું અને મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ ખાઈ ગયો કારણ કે જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી જે મહિલાનું મોત થયું તે મુંબઈથી કાનપુર કોઇ કામ માટે ગઇ હતી. મૃતક મહિલાના બાળકોએ પોતાના મામા સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. તો બાળકોનું કહેવું છે કે જ્યાં સુધી તેના મામાને સજા મળશે નહીં ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં.

મૃતક મહિલાની દીકરીએ પોતાના મામા પર આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા માતાના બધાં ઘરેણા ઉતારી લેવામાં આવ્યા અને થોડા સમય પછી તેમનું કોરોનાથી નિધન થઇ ગયું. ત્યાર પછી તેમણે પોતાના મામા પાસેથી માતાના ઘરેણા અને પૈસા માગ્યા તો મામાએ કોઇ જવાબ આપ્યો નહીં. પછી મહિલાના સંતાનોએ પોતાના મામા સામે કેસ દાખલ કરાવી દીધો. મહિલાની દીકરીનું કહેવું છે કે મામ સામે કેસ દાખલ કરવો ખરાબ લાગી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા પાસે 2 લાખ રોકડ અને 12 લાખના ઘરેણા હતા જે તેમણે પહેલાથી જ પહેરી રાખ્યા હતા. મૃતકની દીકરીએ પોતાના મામા અને તેના પરિવાર સામે કેસ દાખલ કરાવ્યો છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે.</p

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!