વ્યાસપીઠ પર થી કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ ની માફી માંગી ! કીધુ કે” એક શબ્દ બોલાયો
ગુજરાતમાં દિવસે ને દિવસે સાધુ સંતો અને મહાન પરુષોનો વિવાદ વધી રહ્યો છે. હાલમાં એક દિવસ પહેલા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામીનારાયણ સંપ્રદાય અંગે નિવેદન આપ્યું હતું અને હવે ફરી એકવાર રમેશભાઈ ઓઝા પર માલધારી સમાજ વિષે ટિપ્પણી કરવા અંગે નો વિવાદ ખેલાયો હતો, ખરેખર હવે આ એક વિવાદ અનેક પ્રકાર રીતે વકર્યો છે. આ ઘટના અંગે જાણીએ તો મોરબીમાં યોજાયેલ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ માલધારીઓ અંગે કરેલી ટિપ્પણી કરી હતી તે અંગે વિવાદ સર્જાતા કથાકાર રમેશ ઓઝાએ વ્યાસપીઠ પરથી માંફી માંગી છે.
આ ઘટના અંગે વધુ જાણીએ તો રમેશ ઓઝાએ રસ્તે રઝળતા ઢોર અંગે કહ્યું હતું કે, ‘નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. હાઈકોર્ટે પણ સરકારને પગલા ભરવા કહ્યું છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.’ આ ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો હતો. જાણવા મળ્યું હતું કે,, મહાપંચાયત દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.
માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ‘કથાકાર રમેશભાઈ ઓઝાએ માલધારી સમાજ વિરુદ્ધ જે ઉચ્ચારણો અને જે ભાષા-શબ્દનો ઉપયોગ કર્યો છે, તે કથાકાર તરીકે અને ધાર્મિક સંત તરીકે દુર્ભાગ્ય પણ ગણી શકાય. આવા કથાકારો અને સંતોને કારણે 98 ટકા સારા સંતો અને કથાકારોને નીચું જોવું પડે છે. વ્યાસપીઠ ઉપરથી માલધારી સમાજને ઠપકો આપ્યો, વ્યાસપીઠની ગરીમા જ તેમને ખબર નથી કે તેની કેટલી મોટી ગરીમા છે.’
આ ઘટના અંગે વધુ વિવાદ ન સર્જાય એટલે રમેશભાઈ ઓઝા એ વ્યાસપીઠ પરથી કહ્યું કે, ‘મારે કાન પકડવો પડે, મારાથી એક શબ્દ બોલાઈ ગયો માલધારી. એક સમાજને ટાર્ગેટ કરીને બોલાયું હોય એવો મેસેજ ગયો. એમાં તમારો વાંક નથી મારો વાંક છે. મારે ત્યાં પશુપાલકો બોલવાની જરૂર હતી.’માત્ર એક શબ્દ બોલવાને કારણે માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને આખરે રમેશભાઈ ઓઝાએ પણ પોતાની ભૂલ કબુલી અને આ વિવાદને શાંત પાડ્યો હતો.
રમેશભાઈએ ઓઝાએ એ પણ કહ્યું હતું કે, ‘વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે તે કોઈ સમાજ વિશેષને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું. સમગ્ર રીતે જનતાના હિત માટેની જે વાત હોય તે કહેવાતી હોય છે. આ સમસ્યા છે એ જનતા પણ કબૂલ કરે છે અને હાઈકોર્ટે પણ નોંધ્યું છે અને નરીઆંખે દેખાય છે કે રસ્તાઓ ગૌશાળા બનેલા છે. દરેક સમસ્યાને રાજકીય રંગ આપવાનું બંધ કરો નેતાઓ. જો તમે જનકલ્યાણની વાતો કરતા હોય તો જનતાની માટે વિચારો. અહીંયા કોઈ પાર્ટીની વાત નથી, સમગ્ર રીતે જનતાના કલ્યાણની વાત છે. નિશ્ચિતપણે મારું દુર્ભાગ્ય છે કે મેં સદભાવના સાથે કહેલી વાતને એ લોકો દુર્ભાગ્યપૂર્ણ કહે છે. મેં એક નાગરિક તરીકે જે સમસ્યા છે, તેને તમારી સામે મૂકી છે.’