બોલીવુડમાં સન્નાટો, આ મશહુર ડાઈલોગ રાઈટર નુ થયુ નીધન
ખરેખર આ કોરોનાનાં લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી એકવખત બોલિવુડમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક કલાકારો ગુમાવેલા છે ત્યારે ફરી એક વખત આજે લોકપ્રિય ડાયલોગ રાઇટરનું નિધન થયું છે, ત્યારે ફિલ્મ જગતમાં શોકમય વાતાવરણ છવાઈ ગયુ છે. ત્યારે ચાલો જાણીએ કે આ રાઇટર કોણ છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, એક ફિલ્મ બનાવવા પાછળ નાના લોકો થી લઈને સૌ કોઈ મોટા લોકોનો સાથ હોય છે ત્યારે એક ફિલ્મ બને છે.આ ફિલ્મ બનતા પહેલા કોઈ રાઇટરનાં મગજમાં આ ફિલ્મ બને છે એટલે એક રાઈટરનું ફિલ્મમાં અગત્યનો ભાગ હોય છે ત્યારથી નિર્દેશક આ ફિલ્મને જીવંત સ્વરૂપ આપે છે.
હાલમાં જ બોલીવુડનાં હસંવાદ લેખક સુબોધ ચોપરાનું નિધન થયું. સુબોધ કોરોના નેગેટિવ આવી ગયા હતા. આ પછી તેમની તબિયત લથડતા તેમનું મોત નીપજ્યું. સુબોધ ચોપરાના નાના ભાઈ શૈકીએ મીડિયાને જણાવ્યું
હતું કે- ‘ગયા અઠવાડિયે શનિવારે સુબોધ ચોપડાની કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
પરસોમવારે તેમની હાલત કથળી હતી. તેનો ઓક્સિજન લેવલ અચાનક નીચે આવી ગયું હતું અને મેં ઘરે સિલિન્ડર ગોઠવી દીધું હતું. તે ખૂબ જ થાક અનુભવી રહ્યા હતા અને બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું અને પરિસ્થિતિ વિકટ થતા આખરે તેમનું કોરોના લીધે મૃત્યુ થયું, ભગવાન તેમની દિવ્ય આત્મમાને શાંતિ અર્પે એજ પ્રાર્થના.