Gujarat

સૌરાષ્ટ્રનાં યુવાને 22 વર્ષની ઉંમરે શરૂ કરી ઈમ્પોર્ટ એક્સ્પોર્ટની કંપની, પહેલા ઓર્ડરમાં 10 લાખનું નુકસાન વેઠયું પણ હાર નો માની આજે 2 કરોડથી વધુ નું ટર્ન ઓવર કરે છે અને દેશ વિદેશ મા..

આપણા ગુજરાતીઓનો દબદબો વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહ્યો છે, ત્યારે આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં આવેલ ગોંડલ શહેરના એક યુવાનની સફળતાની કહાની વિશે! આ યુવાનનું નામ છે, સાગર મનસુખભાઇ અગ્રાવત જેણે અનેક મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરીને આખરે સફળતા મેળવીને અનેક યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે.

કહેવાય છે ને કે, પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે.જેનું જીવતું જાગતું ઉત્તમ ઉદાહરણ છે, સાગરની સંઘર્ષમય થી સફળતાની કહાની પરથી જાણીશું. આ સફળતાની કહાની જાણીને તમને એ વાત જરૂરથી શીખવા મળશે કે, જીવનમાં પોતાની જાત પર આત્મવિશ્વાસ અને પરિવારનો સાથ સહકાર હોય તો જીવનમાં તમે આગળ વધી શકો છો.

સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં એક પરિવારમાં સાગરનો જન્મ થયો.પિતા મનસુખભાઈ ગમનદાસ અગ્રાવત અને માતા રસીલાબેન અગ્રાવત બંને જ શિક્ષક હતા. જેથી સ્વાભાવિક છે કે, સાગરનો ઉછેર ખૂબ જ સારા એવા સંસ્કારો સાથે થયો હતો. કહેવાય છે ને કે, માતા પિતા જે ક્ષેત્રમાં હોય એજ ક્ષેત્રમાં તેમના સંતાનો પણ આગળ વધે એવી ઈચ્છા તેમના માટે પિતાની હોય છે, ત્યારે સાગરના માતા -પિતાએ તેમને પૂછેલું કે ભવિષ્યમાં તારે શું કરવું છે, ત્યારે સાગરને શાળા દરમિયાન થી જ બિઝનેસમાં આગળ જવાની ઈચ્છા હતી, જેથી તેને પોતાના માતા પિતાને આ વાત જણાવી હતી કે તે બિઝનેસ કરવા માંગે છે.

આમ પણ આપણે જે ધાર્યું હોય એવું સરળતાથી બની જાય તો એને જીવન ના કહેવાય! સાગરએ એમબીએ સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી દરેક યુવાનની જેમ તેને પણ નોકરી શોધવાની શરૂઆત કરી અને પંરતું તેમના મનના એક વિચાર હતો કે પોતાનો બિઝનેસ શરૂ કરવો. તેને બિઝનેસ કેમ કરવો તેના વિશે કોઈ જ્ઞાન નહોતું.તેમના પરિવારમાં કે કુટુંબમાં પણ કોઈ બિઝનેસ સાથે સંકળાયેલ ન હતું છતાં પણ પોતાનો બિઝનેસ શરૂ કરીને સફળતા મેળવવી હતી. બિઝનેસના વિચારો રાખીને પણ તેને આખરે ખાનગી બેંકમાં સેલ્સમેન તરીકે જોબ મેળવી.

સાગર એ સેલ્સમેન તરીકે પોતાની જોબ તો શરૂ કરી પરતું તેનું બિઝનેસ શરૂ કરવાનું સપનું તેને શાંતિથી એ કામમાં મન લાગવા દેતું ના હતું અને આખરે 22 વર્ષની ઉંમરે સાગર ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અનુભવ મેળવીને આખરે તેને પોતાનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો.પોતાના જ ગોંડલ શહેરમાં તેને horizonexim નામથી કંપનીની શરૂઆત કરી. સાગર જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે કોઈપણ જાતનો અનુભવ ન હતો પંરતું તેમનો સંકલ્પ અને આત્મવિશ્વાસ તેમને આગળ લઈને આવ્યો. શરૂઆતમાં તેમને શું આયાત નિકાસ કરવું જોઈએ એ પણ ખ્યાલ ન હતો.

સીરામીક અને ટેકસટાઇલથી શરૂઆત કરી અને પહેલા જ ઓર્ડરમાં તેમને 10 લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડી પરતું તેઓ નાસીપાસ ન થયા પણ એ ભૂલ પરથી તેમને ઘણુંબધું શીખ્યું અને એ ભૂલ શા માટે થઈ એ જાણીને આગળ વધુ સારું કામ કરતાં ગયા. અનુભવી લોકો પાસેથી સલાહ સૂચનો લઈને પોતાના વ્યવસાયનો સફળ બનવાનો માર્ગ અપનાવ્યો. આખરે તેમના બિઝનેસમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેમણે એગ્રીક્લચર ક્ષેત્રમાં તેમણે શરૂઆત કરી અને થોડા સમયમાં તેમણે સફળતા મેળવી.

સાગર એ અનુભવને જ પોતાનો ગુરુ માનીને વ્યવસાયમાં આગળ વધ્યા. શરૂઆતમાં તેમણે ડુંગળીની નિકાસની શરૂઆત કરી અને ત્યારબાદ મરચા, આદું, લીંબુ, સરગવો તેમજ ઘઉંનો લોટ તેમજ મેદો અને ઉનાળાની ઋતુમાં કેરીની નિકાસ કરવામા આવે છે .ગોંડલમાં કંપનીની શરૂઆત કર્યા પછી અમદાવાદમાં કોર્પોરેટ ઓફીસ શરૂ કરી અને આજે તેમની કંપની વર્ષે રૂ 2 કરોડથી વધારે ટર્ન ઓવર કરે છે. સાગરને સફળતા મળ્યા પછી પોતાનું જ ના વિચાર્યું પણ અનેક યુવાનો પોતાની ઓળખ મેળવી શકે તે માટે થઈને અમદાવાદ શહેરમાં પોતાની જ HORIZON INSTITUTE OF IMPORT & EXPORT MANAGEMENT (HIIEM) ની શરૂઆત કરી.

જ્યાં યુવા પેઢીને પોતાના બિઝનેસમાં મેળવેલ અનુભવ અને આવડત થકી યુવાપેઢીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ અંગે માર્ગદર્શન આપે છે. તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા તે ઓનલાઈન અને ઓફલાઈનનાં માધ્યમથી માર્ગદર્શન આપે છે. ખાસ વાત એ કે, એક સમય એવો હતો કે સાગરને ખરીદનાર લોકો ગોતવા જવા પડતા હતા પરતું આજે સાગર દર વર્ષે અલગ દેશોમાં બિઝનેસ ટુર કરે છે, ત્યારે બાયર્સ તેમને સામે થી ગોતવા આવે છે. આ છે સાગરની સફળતાનું પ્રતીક! આજે તેમના ભાગીદારો સાથે દુબઈમાં પણ ઓફીસ ધરાવે છે. સાગર સફળતાનાં શિખરો ભલે સર કરી લીધા પરતું તેમને અનેક યુવાનોનાં જીવન ઉજ્જવળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. સાગર ભાઈની કહાની પરથી એ વાત જરૂર શીખવા મળે છે, કે તમે પરિવારના સાથ અને તમારામાં રહેલ આવડત અને નિષ્ફળતા અને ભૂલના અનુભવનાં આધારે જીવનમાં અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો એટલે જ તો કહેવાનું મન થાય છે કે, 22 વર્ષની ઉંમરે શરૂ કરેલ વેપાર આજે 28 વર્ષની ઉંમરે સાગર બની ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!