કાન રસિયો રુપાળો રંગરેલીયો કે ઘેર જાવું ગમતું નથી ! જુઓ વિડીઓ સુરત મા કમાની મોજ મોજ છે બાકી….
એક જ નામ ગુંજી રહ્યું છે એવું બદલાઈ ગયું છે કે વાત જ ના પૂછો! ગુજરાતના મોટા કલાકારો અને બોલીવુડના કલાકારોની જેમ કમાને સન્માન મળી રહ્યું છે.. આપણે જાણીએ છીએ કે હાલમાં જ કમાભાઇની સુરત શહેરમાં રોયલ એન્ટ્રી થઈ હતી,ત્યારે હાલમાં જ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ચાલો અમે આપને આ વિડીયો વિશે જણાવીએ.કમો હવે ગુજરાતને એવો મોટો સેલિબ્રિટી બની ગયો છે, કારણ કે કમાને જાહેર કે ખાનગી કાર્યક્રમમાં બોલાવવામાં આવી રહ્યો છે.
કમો હવે લોકપ્રિય કલાકારોની સાથે સ્ટેજમાં જોવા મળે છે. હાલમાં જ સુરત શહેરમાં તેમની સુંદર શેરવાની શોપ અને મોબાઈલ શોપની શુભેચ્છક મુલાકાત કરી હતી અને સુરત શહેરમાં જ કમાએ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને લોકપ્રિય ગાયક કલાકારોનાં સ્વરે કમાએ ડાન્સ કર્યો હતો. આ વીડિયો જોઇને તમારું મન મોહી જશે. કમાનો ડાન્સ જોઈને દિવસ ભરનો થાક પણ ઉતરી જાય. હાલમાં તો ઇન્સ્ટા ઓપન કરો એટલે માત્ર કમો જોવા મળશે.
હાલમાં એવા કોઈ ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર નહિ હોય જેને કમો મળ્યો ન હોય. કમાં એ કીર્તિદાન ગઢવીથી લઈને તમામ નાના મોટા કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપી છે અને આ વર્ષે તો કમો ગુજરાતની નવરાત્રીઓમાં પણ ધૂમ મચાવશે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કઇ રીતે કમો ગીતોના સુરે ગરબા રમી રહ્યો છે. એક સમયે લઘરવઘર ઘૂમતો હવે કમો માત્ર શૂટ, શેરવાનીમાં જોવા મળે છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સફેદ રંગની શેરવાની અને સાફો પહેરીને કમો પોતાનું મનપસંદ ગીત રસિયો રૂપાડો રંગ રેલીયો ઘરે જાવું ગમતું નથી… ગીત પર મોજથી ગરબા રમી રહ્યો છે અને પુષ્પા સ્ટાઈલ પણ દેખાળે છે અને જાણે કોઈ મોટો કલાકાર હોય એવા ઠાઠ સાથે કમો મહાનુભાવોની સાથે સ્ટેજ પર મુખ્ય અતિથિ તરીકે બિરાજમાન જોવા મળે છે.
એક તરફ કમો દિવસને દિવસે વધુ લોકપ્રિય બની રહ્યો છે, ત્યારે અન્ય લોકો કમા વિશે વિરોધ પણ કરી રહ્યા છે. પણ કમો આગળ વધી રહ્યો છે અને ગુજરાતીઓના હદયમાં પોતાનું અનેરૂ સ્થાન બનાવી રહ્યો છે. આ વર્ષે તો કમો જે ગીતથી ફેમસ થયો એ સોંગ હવે આ વખતે નવરાત્રીમાં પણ ધૂમ મચાવશે અને માત્ર ગુજરાતમાં ગુંજશે રસિયો રૂપાડો રંગે રેલીયો ઘરે જવું ગમતું નથી….
View this post on Instagram