Gujarat

ગુજરાત મહેસુલ ખાતામાં મોટા પાયે ફેરફારો! આ કારણે 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી, કરવામાં આવી…

આપણે જાણીએ છે કે, ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે ગૃહવિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગ ખાતામાં મોટા પાયે બદલીને આદેશ કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, રાજ્યના પોલીસ ખાતા બાદ હવે મહેસૂલ ખાતા દ્વારા પણ બઢતી અને બદલીનો દોર શરૂ કરી દેવામાં આવ્યા છે અને મોટા પ્રમાણમાં બદલીનો દોર શરૂ થયો છે. આજ રોજ વિટીવી ન્યુઝના અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

ગઈકાલના રોજ એક સાથે 182 બિન હથિયારી પીએસઆઇની બદલીનો આદેશ કરવામાં આવતો હતો અને હવે ગુજરાત સરકાર દ્વારા શુક્રવારે મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ અપાયા છે

અન્ય અધિકારીશરીઓ ની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં આપણે ટૂંકમાં જાણીએ તો શ્રી. વી.સી બોડાણને ડેપ્યુટી ડિપાર્ટમેન્ટ ઓફિસરમાંથી ખેડા ખાતે ડિસ્ટ્રીક સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવશે.. નેહા પચાલને ડિસ્ટ્રીક સપ્લાયને બદલે પ્રાત ઓફિસર તરીકે બનારસકાંઠામા ફરજ બજાવશે છે. જ્યારે નર્મદાના ડેપ્યુટી કલેકટર મયુર પરમારને ભરરૂચમાં પ્રાત ઓફિસર તરીકે ફરજ બજાવશે. કચ્છના સંજય ચૌધરીને પ્રાત ઓફિસરના બદલે ડેપ્યુટી કેલકટર તરીકે પાટણમાં  ફરજ બજાવશે. આ સિવાય અન્ય કલેક્ટરો અને મામલતદારોની બદલી ગુજરાતનાં અન્ય શહેરોમાં કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!