આ વૃધ્ધ બા વૃક્ષ નીચે જ રહે છે કારણ જાણી આખ મા આંસુ આવી જશે.
આપણા ગુજરાતીમાં કહેવાય છે કે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં! ખરેખર જીવનમાં મા બાપે આપણે છત્રછાયામાં રાખ્યા છે, અને તેમના થકી જીવનમાં આપણે ઘણું બધું મેળવ્યું છે. ત્યારે ચાલો આજે આપણે એક એવા કિસ્સા વિશે સાંભળીએ કે, જે માને 5 દીકરાઓ હોવા છતાં એક વૃક્ષનાં છાયે પોતાનું જીવન વિતાવવું પડી રહ્યું છે. આ માની વિરહની વેદના સાંભળશો ત્યારે તમારું હદય દ્રવી ઉઠશે.
હાલમાં સમયમાં એવી પરિસ્થિતિ સર્જાય ગઈ છે કે, વહું અને સાસુના સંબંધમાં અણબનાવ બનતાં આખરે એવી ઘડી આવે છે કે, પુત્ર તમામ પ્રેમ ભૂલીને પોતાના માં બાપને તરછોડી મૂકે છે.70 વર્ષના માજીના જીવમમાં આવું જ થયું છે. જેમનાં પુત્રો અને પત્નીઓએ તેમને એકલા મૂકી દીધા.
70 વર્ષના કવિતા બા બસ સ્ટેન્ડ પર વડના ઝાડ નીચે પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. તેમને પોતાનું જીવન વિતાવવા જુના કપડાઓ લઈને વાસણ આપીને ગુજરાન ચલાવ્યું. તેઓ ભૂતકાળ વિશે કહે છે કે,તેઓ શિવ નગરમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. લગભગ 25-30 વર્ષ પહેલાં પતિનું નિધન થઈ ગયું તો તે એકલી રહી ગઈ. હવે ભાડું ચૂકવી શકતા નહોતી. પતિના નિધનના સમયે દીકરાઓ 18-20 વર્ષના હશે.
તેમની પાસે એ સમયે કોઈ કામ નહોતું, તો માતાએ ઘરે ઘર ફેરીનું કામ ચાલુ રાખ્યું. પુત્રો લગ્ન લાયક થયા તો લગ્ન કરાવી દીધા, પરંતુ લગ્ન કરાવતા જ વહુઓ તેમને લઈને અલગ રહેવા લાગી. હવે દીકરાઓ વહુઓ સાથે નૈનીતાલમાં રહે છે અને વૃદ્ધ કવિતા પાસે ભાડું આપવાના પૈસા નહોતા એટલે તે બસ સ્ટેન્ડ પાસે રહેવા લાગી. કવિતા જણાવે છે કે શરૂઆતમાં દીકરાઓ તેને મળવા માટે અહીં બસ સ્ટેન્ડ પર આવી પણ જતા હતા પરંતુ હવે તો લાંબા સમયથી તેઓ અહીં આવ્યા નથી. તેમની યાદ આવે છે તો બસ ફોટો જોઈ લઉં છું.
તે કહે છે કે તેને ફોન કરતા નથી આવડતું અને ન તો તેની પાસે દીકરાઓનો ફોન નંબર છે. કોરોના કાળમાં અન્નના જુગાડ બાબતે પૂછવામાં આવતા તે કહે છે કે જ્યારે બસ સ્ટેન્ડ પર રોનક હોય છે તો મુસાફરો કંઈક ને કંઈક આપી જાય છે, પરંતુ હવે સવાર-સાંજ લોકો જ રોટલી આપી જાય છે. તેનાથી ગુજરાન ચાલી જાય છે, ખરેખર જ્યારે આ ઘટના વિશે જાણીએ ત્યારે હદય ધુસક ધુસકે રૂંવે છે