ભાવનગર ના અલગ ખાતે અતિ ભવ્ય 12 માળનુ ક્રુઝ ભંગાવા આવ્યુ ! અંદર એવી ફેસેલીટી કે જુઓ તસ્વીરો
આપણે જાણીએ છે કે, અનેક વખત વૈભવશાળી અને આલીશાન ક્રુઝ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાણ માટે આવતા હોય છે, ત્યારે હાલમાં જ સિંગા નામનું પેસેન્જર શિપ ભંગાણ માટે આવ્યું છે. આ શિપને અલંગના પ્લોટ નંબર 15 અનુપમા સ્ટિલ લિમિટેડ દ્વારા આ ક્રુઝને ખરીદવામાં આવ્યું હતું.
આર્થિક મંદીના કારણે આ ક્રુઝ ભંગાણાર્થે લાવાવમાં આવ્યું છે. 22,158 મેટ્રિક ટન વજન ધરાવતા ક્રુઝ જહાજમાં પ્રવાસી માટે કુલ 12 માળમાં તરતી 5 સ્ટાર હોટલ જેવી સગવડતાઓની સુવિધા યુક્ત છે.
આજથી 30 વર્ષ પહેલા વર્ષ 1992માં સિંગા ક્રુઝ જહાજને પ્રવાસીઓ માટે તરતું મૂકવામાં આવ્યું હતું, જેમાં ડાન્સ કલબ, મોલ, સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા સહિતની પેસેન્જર શિપમા સગવડતાઓ હતી. જી.એમ.બીના અધિકારીઓ દ્વારા શીપને અલંગ ખાતેનાં પ્લોટ નમ્બર 15માં બીચીંગ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિપબ્રેકરો મૂંઝવણમાં હાલનાં સમયમાં અલંગ શીપ બ્રેકીંગ ઉદ્યોગમાં આંશિક મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેને લઈને શિપ ઉદ્યોગ સાથે સંકળાયેલા શિપબ્રેકરો પણ મૂંઝવણમાં મૂકાયા છે.
આ વર્ષ 1992માં એટલે કે 30 વર્ષ પહેલા સિંગા ક્રુઝ જહાજને મુસાફરો માટે તરતું મુકવામાં આવ્યું હતું. આ સિંગા ક્રુઝ જહાજનાં ચાર વખત તેના માલિક બદલાયા અને આધુનિક સગવડતાઓ તેમાં ઉમેરવામાં આવી હતી. તેમજ સમયસર તેની મરામત પણ કરાવવામાં આવતી હતી.
આ ક્રુઝમાં મુસાફરો માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરન્ટ, 1360 મુસાફરોનો સમાવેશ કરવા માટેની આધૂનિક કેબિનો, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્પોર્ટ્સ સેન્ટર, મેડિકલ સેન્ટર સહિતની સગવડતાઓ આ ક્રુઝ જહાજ સિંગા (ઝેનિથ)માં સામેલ છે. છે.
આ માત્ર પહેલું ક્રુઝ નથી જે, ભંગાણ અર્થે આવ્યું. આ ક્રુઝ જોઈને તમને ફાઈવ સ્ટારની હોટેલની યાદ આવી જશે. હાલમાં લોકો આ ક્રૂઝને જોવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હશે. આ ક્રુઝ બહારથી જેટલું વિશાળ અને આલીશાન છે એટલું જ અંદરથી ભવ્ય છે. ત્યારે ખરેખર હવે ટૂંક સમયમાં આ ભવ્ય ક્રુઝ ભંગાર બની જશે. આવા તો અનેક ક્રુઝ ગુજરાતના આ બંદરે આવે છે અને પોતાનું અસ્તિત્વ ગુમાવે છે.