આવુ કાઈક હશે અમદાવાદનુ નવુ કાલુપુર રેલવે સ્ટેશન જુઓ તસ્વીરો ! 60,000 કરોડ ના ખર્ચે દેશ ના 199 સ્ટેશનો…
ગુજરાતમાં ડબલ એન્જીન સરકાર દ્વારા પ્રજાજનોને અનેક વિકાસના કાર્યોની ભેટ મળી રહી છે. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થયા છે, ત્યારે હાલમાં જ મોદીજીએ અમદાવાદ શહેરને અટલ બ્રિજ અને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે, ત્યારે હાલમાં જ અમવાદને દિવાળી પહેલા જ મોદી તરફથી અનોખી ભેટ મળી છે. આજ રોજ દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે.
આપણે જાણીએ છે કે, અમદબાદ ગુજરાતનું ધબકતું હદય છે અને સ્માર્ટ સીટી બની રહ્યું છે, ત્યારે હવે એક અનોખી ભેટ મળી છે, ત્યારે ખરા અર્થે અમદાવાદ શહેર સ્માર્ટ સીટી બનશે. વર્ષોથી અસ્તિત્વ ધરાવતું કાલપુર સ્ટેશન હવે એક નવા રંગ રૂપ સાથે જોવા મળશે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹10,000 કરોડનું રોકાણ સામેલ છે. તમને જણાવીએ કે, તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવશે. આ નવી ભેટ પણ અમદવાદીઓને મળશે, ત્યારે ખરેખર આ એક ગૌરવવંતી ક્ષણ ગુજરાત માટે છે.
ગુજરાતને અમૂલ્ય ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.
.કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે.2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન જ અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે
આ સ્ટેશનોના પુનઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ જાણવા મળ્યું છે કે, મુંબઈના સીએસએમટી રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પુનઃવિકસિત કરવામાં આવશે. ત્રણેય રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે.
આ 3 મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ ₹60,000 કરોડ છે. ખરેખર મોદીજીનાં લીધે ગુજરાત અને ભારતન અનેક રાજ્યોને વિકાસની ભેટો મળી રહી છે તેમજ ભારત એક વિકસિત દેશ બનવા આગળ થઈ રહ્યો છે.