જાણો કોણ છે આ “બા” જેની સામે ગરબા મા ભલભલા યુવાનો પણ હાફી જાય ! પોતાનું ગુજરાન એવી રીતે ચલાવે કે જાણી આંખ મા આસું આવી જશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશીયલ મીડિયા દ્વારા અનેક લોકો લોકપ્રિયતા મેળવે છે. એવા જ એક વૃદ્ધ મહિલા જેને લોકો ગરબાવાળા બા કહે છે. આજે અમે આપને તેમના જીવનની જાણી અજાણી વાતો જણાવીશું.વર્ષ 2017માં પહેલાં સોશીયલ મીડિયામાં 60 વર્ષના રસીલા બહેનનો વિડીયો વાયરલ થઈ હતો અને ત્યારબાદ તેઓ લાઇમ લાઈટમાં આવ્યા હતા. આમ પણ કહેવાય છેને કે, ગરબા તાલે ઝૂમવા ઉંમરની જરૂર નહીં પણ જોશ અને ઉત્સાહ જોઈએ.
ગરબાવાળાં બા’નો જુસ્સો આજે પણ એમને એમ છે. તમને જાણીને આશ્ચય થશે કે, 66 વર્ષના ગરબાવાળા બા એટલે કે રસિલાબેન મધ્યમ વર્ગીય છે અને તેઓ મુંબઈના કાંદિવલી ખાતે આવેલા મોહનનગરમાં રહે છે. તેઓ લોકોના ઘરે રસોઈ બનાવીને ગુજરાન ચલાવે છે. આર્થિક રીતે પગભર થવા કામ કરવાની સાથે ગરબા રમી પોતાનો શોખ પણ પૂરો કરે છે અને બાળપણથી ગરબા રમતા આવે છે.
રસીલા મૂળ અમે જામનગરનાં છીએ અને તેમના માતા પિતા પોરબંદરનાં છે પણ રસિલાબેનનો જન્મ મુંબઈમાં જ થયો છે અને રસીલા બેન સાત ચોપડી જ ભણેલા છે. હાલમાં તેમના પરિવારમાં તેમની દીકરી સોનલ છે, અને તે પાર્લર ચલાવે છે, જ્યારે તેમની દોહિત્રી લંડન છે. તેમના દીકરા અને વહુનું નિધન થઈ ગયુ છે.રસિલાબેન પોતે ધાણાજીરું ખાંડતાં, હળદર દળતાં. મેં લિજ્જત પાપડમાં પણ કામ કર્યું અને અઢાર વર્ષનાં હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયાં અને લગ્ન પછી તેમના તેમના પતિના દૂધનો ધંધો હતો.રસિલાબેન 20-25 વરસથી એકલા રહે છે અને તેમનું મોહનનગરનું ગ્રુપ છે અને તેમની સાથે ફાલ્ગુની પાઠકનાં ગરબામાં રમવા જાય છે.
વર્ષ 2017માં તેમનો વીડિયો વાયરલ થયો અને ત્યારબાદ રાતોરાત લાઈમ લાઈટમાં આવ્યા અને પછી તો ટીવી જગતમાં પણ તેઓ લોકપ્રીય બની ગયા છે. ટાટા કંપનિએ તેમને આમંત્રણ આપે છે.વર્ષ 2018માં ફાલ્ગુની પાઠકે એવોર્ડ આપેલ અને ગરબા રોકાવીને 10 મિનિટ માટે તેમની સાથે વાત કરી. પછી ગરબાનો બીજો રાઉન્ડ ચાલુ કર્યો. રસીલા બહેન પોતાની સાદગીના કારણે ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ સાડીમાં જ ગરબા રમતા જોવા મળે છે. તેઓ માને છે કે, ઠાકોરજીની કૃપા છે એટલે રમું છું.
તેમની ફિટનેસ અંગે જાણવા મળ્યું છે કે, તેઓ સવારે છ વાગ્યે ઊઠી જાયને ઘરનું કામ કરે છે અને સાડાસાત વાગ્યે કામે નીકળી જાય પછી સાડા દસ પોણા અગિયારે ઘરે આવી ઘરમાં ઠાકોરજીની સેવા કરીને રસોઈ બનાવે છે તેમજ 3 થી 3.30 આરામ કરે છે અને સાંજે પોણા છ વાગ્યે એક્ટિવ લઈ રસોઈ કરવા જાય છે. રસિલાબેન લાઇમ લાઈટમાં’ આવ્યા બાદ ગુજરાતી સિરિયલ મારું મન મોહી રે ગયું અને કપિલના શોમાં આવી ગયા છે ત્યારે તેમણે માધુરી અને કપિલ બંનેની સાથે ગરબા રમ્યાં હતાં. પછી ઝી અવૉર્ડમાં પણ જોવા મળ્યા હતા.