Gujarat

કોરોનાની રસી લીધા પછી શું ઇમ્યુનિટી પાવર ઓછું થઈ જાય છે જાણો.

કહેવાય છે ને, માણસને સમજવો અશક્ય છે! તબાકુ પર લખ્યું હશે કે, આનું સેવન કરવાથી કેન્સર થાય છતાં તે ખાશે! જ્યાર થી કોરોનાની વેકસીન આવી છે, ત્યારથી સૌ કોઈ લોકો તેના વિશે અનેક ખબરો વાયરક કરેલી અને લોકોના મનમાં એક ભ્રમ પેદા કર્યા છે કે વેક્સીન લેવી ફાયદાકારક નથી. હાલમાં અનેક એવી બાબતો છે, જેના વિશે સૌ કોઈ વાતો ફેલાવી છે.

જ્યારે કોઈ કોરોનાની રસી લઈ છે, ત્યારે તેને તાવ પણ આવે છે, એવું વ્યક્તિની તાસીર પર નક્કી હોય છે. એવું જાણવા મળ્યું છે કે, રસી લીધા પછી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. ત્યારે ચાલો જાણીએ કે ખરેખર આ વાતની પાછળ હકીકત શું છે?

જો કોઇ વેક્સીન લે છે તો શરીરની ઈમ્યુનિટી ઓછી થતી નથી. વેક્સીનેશન સેન્ટર ગયા પછી કોરોના થઇ ગયો, તો એ વેક્સીનથી ઈમ્યુનિટી ઓછી થવાને કારણે નહીં બલ્કે કોઇ ચૂક થવાને લીધે છે. કારણ કે મોઢા અને નાક દ્વારા જ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો બેદરકારી થઇ છે, ત્યારે જ કોરોના થઇ શકે છે.

પ્લાઝ્મા લોહીમાં જોવા મળે છે. જો લોહીના લાલ કણ, સફેદ કણ અને પ્લેટલેટ કાઢી લેવામાં આવે તો વધેલા દ્રવ્યને પ્લાઝ્મા કહેવામાં આવે છે. જ્યારે પ્લાઝ્મા કાઢવામાં આવે છે તો લોહીમાંથી માત્ર પ્લાઝ્મા નિકળે છે બાકીના તત્વો શરીરમાં જ રહે છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને પ્લાઝ્માને કોરોનાથી સાજા થયાના ઓછામાં ઓછા 4 અઠવાડિયા પછી આપી શકાય છે. જો કોઇને કોરોનાના માઈલ્ડ લક્ષણો રહ્યા હોત તો તેઓ પણ પ્લાઝ્મા આપી શકે છે. આજકાલ એન્ટીબોડી ચેક કરી લેવામાં આવે છે કે વ્યક્તિમાં બની છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!