જે રીક્ષા વાળા ના ઘરે કેજરીવાલ જમવા ગયા હતા તે વ્યક્તિ PMમોદી ની સભા મા ભાજપ નો ખેસ નાખી પહોચ્યો અને કીધુ કે ” હુ ભાજપ માટે કામ…
હાલના સમય મા ગુજરાત મા નવરાત્રી ની રમઝટ જોવા ભળી રહી છે અને સાથે વિધાનસભા ની ચુટણી નજીક આવતા ગુજરાત મા રાજકારણ મા પણ સતત ગરમાહટ જોવા મળી છે એમા પણ આ વખતે ગુજરાત મા ત્રણ પાર્ટીઓ એક બીજા પર આક્ષેપો કરતી જોવા મળી રહી છે ત્યારે હાલ જ એક એવી બાબત સામે આવી છે જે ઘણો ચર્ચા નો વિષય બન્યો છે.
ગુજરાત મા આમ આદમી પાર્ટી ઘણી એક્ટીવ જોવા મળી રહી છે ત્યારે થોડા દિવસ અગાવ જ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા અને અલગ અલગ જીલ્લાઓ મા સભાઓ અને મિટિંગ કરી હતી ત્યારે જેમા રીક્ષા યુનિયન ના સભ્યો સાથે મિટિંગ કરી હતી જેમા થી એક રીક્ષા ચાલક કે જેનુ નામ વિક્રમ દંતાણી ના ઘરે જમવા ગયા હતા જ્યારે હાવે આ રીક્ષા ચાલક પીએમ મોદી ની સભા મા જોવા મળતા ચર્ચા નો વિષય બન્યો હતો.
ત્યારે આ રીક્ષાચાલક વિક્રમ દંતાણી મિડીઆ ના માધ્યમ થી એવું જણાવ્યુ હતુ કે હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યાં હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યા હતા. હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.
જ્યારે અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેમાં મોટાભાગના લોકો તેમના જ માણસો હતા. અડધા માણસો યુનિયન તરફથી અને બીજા એમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી. ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત થાય અને જ્યારે પણ કઈ કામ હોય તો તેઓ કરે છે એટલે ભાજપ બધું કામ કરી આપે છે. હું તો ભાજપ સાથે જોડાયેલું છું.ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી. ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જાઉ છું. મારા ઉપર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી. હું જાતે જ આ સભામાં આવ્યો છું….