Gujarat

રાજકોટની ધૃજાવી દે તેવી ઘટના ! દીકરી એ કીધુ આ ગર્ભ પપ્પા નુ છે..છેલ્લા 7-7 વર્ષ થી બાપ એ જ દીકરીની…

સમાજમાં એવી ઘટના બની રહી છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ એક સગા બાપે પોતાની દીકરીની બલી ચડાવી દિધી છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં પણ એક શરમજનક ઘટના સામે આવી છે. બાપના નામ ઉપર કલંક લગાવે એવા એક નરાધમ પિતાના કાળા કરતુતો સામે આવ્યા છે. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતો જણાવીએ કે, આ સમગ્ર બનાવ પાછળ હકીકત શું છે.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરની 18 વર્ષની યુવતીને 8 ઓક્ટોબરે સાંજે બ્લીડિંગ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી, જેથી ગાયનેક વિભાગમાં તબીબોએ ચેકઅપ કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. જેથી દીકરી એ એવી હકીકત જણાવીએ કે, ગર્ભ રાખનાર બીજો કોઈ નહીં પણ તેનો સગો બાપ છે. આ ઘટના અંગે ડિવિઝન પોલીસ તપાસ શરૂ કરેલ.

પીડિત યુવતીએ કહ્યું હતું કે, પોતે એક ભાઇની બહેન છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે. પરંતુ માતા ઘરે ન હોય ત્યારે પિતા તેની પર બળજબરી કરી હવસ સંતોષતો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
આ ઘટનાને લઇને પીડિત યુવતીની માતાએ કહ્યું કે,‘પપ્પાની આંગળી પકડી મોટી થઈ, એવી ક્યાં ખબર હતી કે આ સગો બાપ જ દીકરીના પેટનું પાપ બનશે. મારી દીકરી 11 વર્ષની હતી ત્યારથી એનો બાપ જ એને હેરાન કરતો.

પહેલા દીકરીને ખોળામાં બેસાડતો, પણ દીકરીને ક્યાં ખબર હતી કે બાપ વ્હાલ નહીં હવસભરી નજરે જોઈ રહ્યો છે. સમય જતા બાપ વિકૃત બન્યો અને મારી દીકરી પર જ હવસ સંતોષતો રહ્યો. આવું 7-7 વર્ષ સુધી ચાલ્યું. જ્યારે દીકરીને પૂછ્યું તો તેણે ડરામણા ચહેરે કહ્યું.. આ ગર્ભ પપ્પાનું છે, સાંભળતાની સાથે જ મારા પગ નીચેથી ધરા ધ્રુજી ગઈ હતી. મારી દીકરીની હાલત હું જોઈ શકતી નથી, આ નરાધમ હવે બહાર ન નીકળવો જોઈએ.પીડિતની માતા એ કહ્યું હતું કે, આ પહેલા પણ યુવતીને બ્લીડિંગ થતા તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ જાવામાં આવી હતી પણ ત્યારે ડોક્ટરે દવા આપી હતી.

જોકે એક દિવસ બાદ પણ ફેર ન પડતા બીજા દિવસે ફરી ડોક્ટર પાસે ગયા હતા અને ડોક્ટરે તપાસી બાદમાં સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા હતા ત્યારે હકીકત સામે આવી હતી અને જ્યારે દીકરીને પૂછ્યું તો તેણે કહ્યું કે, હું ઘરે ન હોઉં ત્યારે પિતા એકલતાનો લાભ લઈ આવું કામ કરતા હતા.જ્યારે દીકરી પ્રેગ્નેટ છે એ વાતની જાણ થઈ ત્યારે તબીબે યુવતીને કોઈ બોયફ્રેન્ડ છે કે અન્ય કોઈએ ગર્ભ રાખ્યો તે અંગે 15થી 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. જોકે, દીકરી કશું બોલી શકી નહોતી પરંતુ ત્યારબાદ દીકરી એ માતાને રડતા રડતા કહ્યું હતું કે, આ ગર્ભ પપ્પાનું છે, આ સાંભળતાની સાથે જ માતાનાં પગ નીચેથી ધરા ધ્રુજી ગઈ હતી અને હું પણ શોક થઇ ગઈ હતી.

દીકરીએ જણાવ્યું હતું કે, હું 10-11 વર્ષની હતી ત્યારથી પપ્પા મારી સાથે અડપલાં કરતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. પિતા હોવાથી અને સમાજમાં કોઈને ખબર પડે તો આબરૂ જવાના ડરથી હું કશું બોલી શકતી નહોતી. પણ જો મેં અગાઉ હિંમત કરી તમને વાત કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવત. પીડિત યુવતીની માતા એ કહ્યું કે, આજે મારી દીકરીની જે હાલત થઈ છે તે હું જોઈ શકતી નથી, પરંતુ આવું બીજી કોઈ દીકરી સાથે સમાજમાં ન થાય તે માટે મારો નરાધમ પતિ બહાર ન નીકળે તેવું હું ઈચ્છું છું. મેં ફરિયાદ પણ નોંધાવી છે અને તેને સખતમાં સખત સજા થાય તેવી હું માગ કરું છું. હાલમાં આ ઘટના ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે ને પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!