Gujarat

દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે ગીર જવાનો પ્લાન હોય તો આ વાત જાણી લેજો, નહીંતર ધક્કો પડશે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સૌ કોઈ સહ પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છે . જો તમે સાસણગીર જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખાસ સમાચાર છે આ વાત જાણીને તમે ચોકી જશો પરંતુ સિંહ દર્શન માટે જતા હોય તો આ બ્લોગ જરૂર વાંચજો કારણ કે, આપણે જાણીએ છીએ કે હાલમાં શ્રી દર્શન શરૂ થયા છે પરંતુ સાસણગીર દ્વારા ખાસ સુચના બહાર પાડવામાં આવી છે.

વન વિભાગ દ્વારા ગીરમાં દર વર્ષે 16 જૂનથી અભ્યારણ્યમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમ્યાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.

તા.16 ઓક્ટોબરથી એટલે  ગિરનાર નેચર સફારી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પહેલા દિવસથી 3 નવેમ્બર સુધીની ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થઈ ગયું છે.જેના કારણે આ વખતે દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને દરરોજની 30 પરમીટ વધારવામાં આવી છે. વધુ લોકો સિંહ દર્શનનો લાભ લઇ શકે તે માટે વિવિધ શિફ્ટ અને પરમિટની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવતા દરરોજની 30 પરમીટ વધારવામાં આવી છે.  પર્યટકો માટે DFO મોહન રામે જણાવ્યું કે,  ચાર મહિનાના વેકેશન બાદ આજથી પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે.

પહેલા પ્રવાસીઓ સાસણ ગીરમાં આવે છે, બાદમાં તેમની ફોર્માલિટી પૂર્ણ કરીને તેમને જંગલ સફારીમાં લઈ જવામાં આવે છે. તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે એ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રાઈવરો અને ગાઈડ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી પ્રવાસીઓને સારો અનુભવ મળી શકે. સાથે જ અંદર પ્લાસ્ટિકની પાણીની બોટલ લઈ જવાની મનાઈ છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રિયુઝેબલ બોટલ પ્રવાઈડ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!