Gujarat

રખડતા ઢોરનાં કારણે મુત્યુ પામેલ ભાવિન પટેલનાં પરિવારને મળ્યો ન્યાય હાઇકોર્ટે AMC સામે પગલાં લઈ આ નિર્ણય લીધો…

આપણે જાણીએ છે કે, રખડતા ઢોરને કારણે અનેક લોકો મોતને ભેટે છે, હાલમાં જ અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ  ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલની ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ માટે પસંદગી થઈ હતી.

ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા, જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરે બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

કૃષ્ણનગર પોલીસે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. ભાવિન પટેલનું મુત્યુ થતા બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. જે બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMCના જવાબદાર અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધાયો હતો.

હાઇકોર્ટે પણ આ પરિવારની વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નરોડામાં રખડતા ઢોરની અડફેટે ભાવિન પટેલના મૃત્યુ માટે જવાબ આપવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. જે બાદ AMCએ તેમના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કોર્ટે જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!