પોતાની બીમાર માં ની સેવા માટે IAS અધિકારીએ કલેકટર પદ ઠુકરાવ્યું
અવાર નવાર સોસીયલ મીડીયા પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે તાજેતર મા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વકતિ પોતાના ઘરડા બાપ ને માર મારતો હતો ત્યારે હાલ એક અન્ય એક કીસ્સો પણ બન્યો છે જેની વાત કરવી પડે.
તાજેતર મા જ એક યુવા ઓફીસર અનુપ કુમાર સિંહે તેની માતા ની સેવા કરાવા માટે કલેક્ટર પદ પણ ઠુકરાવી દીધુ હતુ. 2013 બેચના આઈએએસ અધિકારી અનૂપ કુમાર સિંહને થોડા દિવસ પહેલા દમોહ જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર તરફથી તેમના કલેક્ટર પદ માટેનો આદેશ આવ્યો, પરંતુ અનૂપસિંહે સરકારને કહ્યું કે તેમની માતાની તબિયત અત્યારે ઠીક નથી. અનૂપસિંહે સરકારને એમ પણ કહ્યું કે તે હમણાં તેમની માતાની સેવા કરવા માંગે છે. આને કારણે હાલ કલેક્ટર પદ સ્વીકારી શકતા નથી.
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના અનુપ કુમાર સિંહ જબલપુરમાં એડિશનલ કલેકટર તરીકે પોસ્ટિંગ પર છે. તે પહેલાં તેઓ જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર હતા. એકદમ શાંત સ્વભાવના અનુપ કુમાર પોતાના માતા માટે શ્રવણ કુમાર કહી શકાય કેમ કે તેમની સેવા કરવા માટે તેવો એ કલેક્ટર પદ જાતૂ કરી દીધુ. આ બાબત ને લઈ ને તેમના શહેર જબલપુર પણ તેમની ખુબ પ્રશંસા થય રહી છે અને તેમણે આ પદ માટે ના કહેવાથી અન્ય અધીકારી નો કલેક્ટર તરીકે નીમણુક કરવામા આવી હતી.