વાવાઝોડાથી કાલે રાત્રે જાણો ક્યાં વધુ ભારે પવન ફૂંકાયો તેમજ અનેક વૃક્ષઓ ધરાસય.
ખરેખર વિકટ પરિસ્થિતિ સર્જાય છે, ખબર નહીં કુદરત જાણે શું કરવાનું વિચારી રહ્યું છે.હાલમાં ગુજરાતના દરિયા કિનારે કાંઠે વાવાઝોડું ટકારવાનું છે જેની અસર સૌરાષ્ટ્ર પથક તેંમજ આજુ બાજુના શહેરોમાં વર્તાય રહ્યું છે ત્યારે કાલે રાત્રે તો પરિસ્થિતિ વિકટ સર્જાય છે.
કુદરતી આફત કંઈ પણ ન કહી શકાય, ત્યારે કાલે રાત્રે જ વાવાઝોડું દિવ થી સૌરાષ્ટ્ર બાજુ આવ્યું હતું ત્યારે જેની અસર દીવ, વેરાવળ, સોમનાથથી લઈને જાફરાબાદના દરિયા સુધી જોવા મળી છે. હવામાન વિભાગની જાહેરાત અનુસાર તાઉ-તે રાજ્યના દરિયાઈ વિસ્તારથી લેન્ડફોલ થઈ ગયું છે.
વાવાઝોડાને પગલે ચાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ સહિત ભારે પવન ફૂંકાશે. રાજ્યના 84 તાલુકાઓ વરસાદ પડ્યો છે. દરિયા કિનારાના વિસ્તારમાં કુલ 66થી વધારે વૃક્ષોનું નિકંદન નિકળી ગયું છે, તેમજ ભારે નુકસાન પણ પોહચ્યું છે, ત્યારે તમામ નીચાણવાળા વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટીવાળા લોકોને ભારે સમસ્યાનો સર્જાય છે.
રાજ્યમાં વાવાઝોડાની અસર જોતા ઊના બાદ નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યના વેરાવળ અને દીવમાં પણ અનેક હોર્ડિંગ્સ પણ ઉખડી ગયા છે. રાજ્યના દરિયાઈ વિસ્તારની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા, અને મધ્યરાત્રી સુધી સમીક્ષા કરી છે. બીજી તરફ સાવચેતીના ભાગરૂપે દીવમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને માઠી અસર થવાની ભીતિ છે.
ગુજરાત સરકાર તેમજ જિલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓ દ્વારા વાવાઝોડામાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે ખાસ સલાહ સૂચનો તેમજ કેન્દ્રો પણ શરૂ કરવામા આવ્યા છે જેથી કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને તમામ માહિતી મેળવી શકે છે. ખરેખર હજુ પણ વાવાઝોડાનું સંકટ ગયું નથી.