ભાવનગરમાં પતિએ જાહેરમાં પત્નીની કરપીણ હત્યા કરી નાખી ! હત્યા કરવાનું કારણ…
રાજ્ય મા એક બાજુ ચુંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ મા મોટા શેહરો મા ગુનાહિત પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ભાવનગર શહેર મા છેલ્લા 24 કલાક મા બે હત્યા થતા ચકચાર મચી જવા પામી જેમા એક ઘટના 50 વર્ષિય મહીલા જ્યારે અન્ય એક ઘટના મા એક યુવાન ની હત્યા થઇ છે.
જો ઘટના અંગે વિગતવાર કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા 50 વર્ષીય છાયાબેન રાજુભાઈ રાઠોડને તેના પતિ રાજુ રામસંગભાઈ રાઠોડે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખી હતી. જાહેરમાં જ પતિ છરી લઈ પત્ની પર તૂટી પડ્યો હતો અને જોત જોતામાં ઢીમ ઢાળી દીધું હતું.
જાહેર રસ્તા પર હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી છે. પતિ રાજુએ તેની પત્નીના બીજા સાથે આડા સંબંધો હોવાની શંકાના આધારે હત્યા કરી નાખી હતી. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક ઘટના પર નરજ નાખીએ તો ક્રેસન્ટ સર્કલ વિસ્તાર એક યુવાન ની લાશ મળી આવી હતી જેનુ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ મા એવી વાત સામે આવી હતી કે યુવાન ને માર મારવાથી મોત થયું હોય તેવુ ફલીત થયુ હતુ. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.