મોરારીબાપુ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ૫૦ લાખની સહાય જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અન્ય વસ્તુ અપાશે.
તાઉ તે વાવાઝોડા ના લીધે અનેકગણું ગુજરાતને નુકસાન થયું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા અનેક પીડિતોને સહાય આપવામાં આવશે જ તેમજ આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પરિસ્થિતિ જાણવા ગુજરાત પધારી રહ્યા છે, ત્યારે કોઈ પેકેજ જરૂર જાહેર કરશે. આ વાવાઝોડા લીધે અનેક ખેડૂતોના પાકો નુકસાન પોહચ્યું છે તેમજ અનેક વૃક્ષઓ ધરાશાય થયા છે.
આ વાવાઝોડામાં જેટલી સરકારે પૂર્વ તૈયારીઓ કરી હતી એટલીજ સેવા સંસ્થાઓ દ્વારા પણ સેવાઓ કરવામાં આવી હતી ,ત્યારે ગુજરાતનું ગૌરવ એવા મહાન પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપૂ દ્વારા આ પહેલા પણ અનેક સદકાર્યો કરવામાં આવ્યા જ છે, ત્યારે ફરી એકવાર આ ચકરવાતમાં વિનાશ થયેલ અનેક નુકસામ સામે પીડિતોને સહાય આપવા રામ નામનું નામ લઈને હાથ આગળ આવ્યો છે.
મોરારીબાપુ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ૫૦ લાખની સહાયની જાહેરાત લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે, બાપુએ આ પહેલા કોવિડ19માં 1 કરોડ રૃપિયાની સહાય કરી હતી ત્યારે ફરી એકવાર બાપુ સામાન્ય મણોસોનુ દુઃખ સમજીને આગળ આવ્યા છે.