Gujarat

મોરબીને ફરી યાદ આવ્યુ 43 વર્ષ નો મોતનું તાંડવ ! જુઓ મચ્છુ ડેમ ની હોનારત ની એ તસવીરો

કાલનો દિવસ મોરબી માટે કાળ બનીને આવ્યો. જે લોકો આનંદ માણવા પુલ પર ગયા હતા તેમને ક્યાં સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે આ ઝૂલતો પુલ મોતના મુખમાં ધકેલી દેશે. આપણે જાણીએ છે કે, હાલમાં જ 2 કરોડના ખર્ચે આ પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને નવા વર્ષથી આ પુલ લોકી માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ ગઈકાલે આ પુલ પર 400 થી વધુ લોકો સવાર હતા અને પુલ તૂટી જવાથી લોકો મોતને ભેટ્યા છે.

આવી જ એક હોનારત વર્ષ 11 ઓગસ્ટ, 1979ના રોજ બનેલી હતી, જ્યારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ પાણીથી છલોછલ ભરેલો હતો. તે સમયે ડેમની પાસેનો માટીનો પાળો તૂટતા જળપ્રલયની ભયાનક ઘટના બની હતી. મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યુ હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.

પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સરકારને પણ ઘટનાની જાણ 1-2 દિવસ પછી થઈ હતી. આ ઘટનામાં ગાય, ભેસ સહિતના પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજયા હતા. શેરી ગલ્લીઓ સહિત વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

મચ્છુ હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાયો અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા અને જે તે સમયે તાત્કાલિક કેટલાક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી.

આજે પણ લોકો સમક્ષ આવી જાય તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. આજે ઘણા કર્મચારી નિવૃત થઇ ગયા છે તો પણ મચ્છુ હોનારતને ભૂલી શક્યા નથી.હોનારતનું કારણ બહાર લાવવા મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ’ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યા છે.

જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના

હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાના ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!