બ્રિજ ટુટવાની ઘટના બની એ પહેલા છેલ્લી મીનીટો સુધી આ યુવાન ત્યા હતો ! જણાવ્યુ કે “કેટલાક લોકો એ ગ્રીન નેટ પકડી..
મોરબી હોનારતને લઈને અનેક કરુણદાયક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ એક યુવાનએ પોતાની આપવિતી જણાવી છે. આપણે જાણીએ છે કે, મોરબી હોનારતમાં અનેક લોકોનો જીવ જોખમમાં મુકાયો છે તો અનેક લોકો મોતના મુખમાંથી બચી પણ ગયા છે. રોનક નામના યુવાને પોતાની આપવીતી જણાવતા જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો અમે આપને આ ઘટનાની સમગ્ર માહિતી આપીએ.
રોનક નામના યુવાને જણાવ્યું હતું કે,સાંજે 4.30થી 5.30 વાગ્યા સુધી ત્યાં હાજર હતો. આ દરમિયાન પુલ વધુ ઝૂલતો ન હતો. રોનક ટિકિટ લેવા માટે લગભગ 4.30 વાગ્યે બ્રિજ પર પહોંચ્યો હતો. તે સમયે ત્યાં 100 લોકો ઉભા હતા. જ્યારે 120 જેટલા લોકો પુલ પર હતા તેમજ રવિવાર હોવાથી ભારે ભીડ જોવા મળી હતી અને અનેક લોકો પરિવાર સાથે ત્યાં આવી રહ્યા હતા.
રોનક જણાવ્યું હતું કે, કેબલ બ્રિજની બાજુમાં 50 જેટલા લોકો હતા જ્યારે કેટલાક લોકો બ્રિજની ગ્રીન નેટ પકડીને તેને હલાવી રહ્યા હતા. જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તેનું નામ ઝુલતા પુલ છે. તેથી આ કરી રહ્યા છીએ. હકીકતમાં આ પુલ પહેલા ખૂબ જ ઝૂલતો હતો કારણ કે તે લાકડાનો હતો. પરંતુ હવે પુલ નવીનીકરણ બાદ ભારે પડી ગયો છે. આ કારણે તે પહેલા કરતા ઓછો સ્વિંગ કરે છે. ત્યાં હાજર લોકોનો પ્રયાસ હતો કે, પુલ વધુ ઝૂલે.
રોનક સાંજે 5.30 વાગ્યાની આસપાસ એક્ઝિટ પોઈન્ટ પર પહોંચી ગયો હતો.રોનકના કહેવા પ્રમાણે, જ્યારે મને આ ઘટનાની જાણ થઇ ત્યારે મેં મારા પિતાને ફોન કર્યો હતો અને હું રડવા લાગ્યો હતો. હું ડરી ગયો હતો. કારણ કે મને ખ્યાલ આવી રહ્યો હતો કે, હું પણ એ જ જગ્યાએ હતો જ્યાં આ અકસ્માત થયો હતો. સૌથી ખાસ વાત એ છે કે, રોનકનાં ભાગ્ય સારા હતા કે તે સમયસર ત્યાંથી વહેલો નીકળી ગયો નહીંતર તે પણ આ દુર્ઘટનાનો ભોગ બની જાત.