શિયાળા મા ફરવા જવાનું વિચારતા હોય તો કચ્છ પહોંચી જાવ ! 5000 વર્ષ જુની ઐતીહારસીક જગ્યા સિવાય આ બધુ છે જોવા જેવું..
ગુજરાતનું હદય એટલે કચ્છ અને કચ્છનું નામ આવતા જ સૌથી પહેલા સફેદ રણ યાદ આવી જાય છે. આપણે જાણીએ છે કે દેશ વિદેશમાંથી લોકો ‘રણોત્સવ’માં .આવે છે. જો તમે પણ કચ્છ ફરવા આવો તોઆ ફેસ્ટિવલ સિવાય પણ કચ્છમાં અન્ય જોવાલાયક ઘણાં સ્થળો આવેલા છે, જેના વિશે અમે આપને આ બ્લોગ દ્વારા માહિતી આપીશું.
સફેફ રણ: દર વર્ષે કચ્છમાં રણ ઉત્સવનું આયોજન થાય છે. અહીં તમે ઉંટની સવારીની મજા લઈ શકો છો. અહીં સૂર્યાસ્ત જોવાની અને સફેદ રણમાં ચમકતા ચંદ્રને જોવાની મજા જ કંઈક અલગ છે. આ ઉત્સવ સિવાય કચ્છમાં અન્ય ફરવાલાયક સ્થળો આવેલા છે, જેથી ચાલો અમે આપને જણાવીએ કે આખરે કચ્છમાં ક્યાં ક્યાં સ્થાનોમાં અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
કચ્છ મ્યુઝિયમ : આ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ પણ છે, જેને 1877માં સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. આ જ કારણ છે કે અહીં તમને ઈતિહાસને લગતી ઘણી બધી જાણકારી મળી રહેશે. સૌથી ખાસ વાત એ કે, હાલમાં મોદીજીએ ભૂકંપની યાદ કરતું સ્મૂતી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરેલ. સૌથી ખાસ વાત એ કે આ મ્યુઝિયમમાં ભૂકંપની યાદોને સંઘરવામાં આવી છે.
પ્રાગ મહેલ અને આઈના મહેલ : આ મહેલ યૂરોપિયન શૈલી અનુસાર બનાવવામાં આવ્યો છે. પ્રાગ મહેલ ઘંટા ઘર અને ત્યાંથી દેખાતા શાનદાર વ્યૂને કારણે પ્રખ્યાત છે. આઈના મહેલમાં તમને અલગ અલગ આકારના અનેક આઈના દીવાલો પર જોવા મળશે.
માંડવી : ભુજથી માંડવી લગભગ એક કલાક દૂર છે. અહીં તમને ફેમસ વિજય વિલાસ મહેલ જોવા મળશે. આ મહેલ ફેમસ શૂટિંગ ડેસ્ટિનેશન છે. આ સિવાય તમે માંડવી બીચ પર ફરવાની અને ઉંટ સવારીની મજા લઈ શકો છો.
ધોળાવીરા :5000 વર્ષ જૂની સભ્યતા વિષે જાણવા માંગતા હોવ તો ધોળાવીરા જાઓ. કચ્છના ખડીરમાં સ્થિત આ ઐતિહાસિક સ્થાન હડપ્પા સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવતુ હતું. કહેવામાં આવે છે કે આ સ્થાન કુબેરપતિઓનું મહાનગર હતું.
જો તમે પણ કચ્છ ફરવા આવો તો એકવાર આ સ્થાનની મુલાકાત જરૂરથી લેજો. ખરેખર કચ્છ એ ગુજરાતનું સ્વર્ગ સમાન છે અને અહિયાંની સાંસ્કૃતિક કળા અને વિરાસત આપણને કચ્છના ગૌરવવંતા ઇતિહાસની સાક્ષી કરાવે છે.હવે જ્યારે પણ કચ્છ આવો તો એકવાત આ સ્થાનોની મુલાકાત લેજો.