જામનગર થી ચુટણી લડનાર રિવાબા બિઝનેસ વુમન માથી આવી રીતે બન્યા મહીલા નેતા ! જાણો ક્યા ગામ થી છે અને પરીવાર મા…
આજ રોજ ભાજપ પાર્ટીએ પોતાના 160 ધુરંધરો જાહેર કરી દીધા છે, જેમાં 14 મહિલાઓને ભાજપે ટિકિટ આપી છે પરંતુ હાલમાં તો સૌથી વધારે ચર્ચાઓ રીવાબા જાડેજાની થઈ રહી છે કારણ કે આ વર્ષે જામનગરથી ચૂંટણી લડશે.રિવાબા જાડેજા આજે આ મુકામ પર પહોંચ્યા છે, તો તેની પાછળ અનેકગણો સંઘર્ષ રહેલ છે. આજે આપણે રિવાબાનાં જીવન વિશે ટૂંકમાં જાણીશું કે તેઓ ક્યાં ગામના છે અને તેઓ રાજનેતા કઈ રીતે બન્યા.
રિવાબા મૂળ રાજકોટના રહેવાસી છે તેમજ રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે.તેના પિતા એક બિઝનેસમેન છે.રીવાબાના માતા પ્રફૂલ્લાબા રાજકોટ રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે. રિવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.તેને આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સામાજિક કાર્યોમાં સક્રિય થયા હતાં.ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા પણ વિધાતા એ કઈક બીજા લેખ લખ્યા હશે.
રિવાબાના લગ્ન 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે રાજકોટમાં થયાં હતાં.રીવાબાને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. નિધ્યાનાબાનો જન્મ 7 જૂને થયો હતો. લગ્નના થોડા સમય બાદ તેઓ રાજકારણ સાથે જોડાયા હતા. રિવાબાએ ભાજપમાં જોડાઈને તેની રાજકીય કરિયરની શરૂઆથ કરી હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષમાં જોડાયાં હતાં. અને ત્યારથી પક્ષ માટે કામગીરી કરી રહ્યાં છે.
રિવાબા છેલ્લાં અઢી વર્ષથી અલગ અલગ ગામો ફરી રહ્યાં છે.જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સરકારની કોઈપણ યોજનાના લાભોથી માહિતગાર કરવાનો છે. સાથે જ ગામના સરપંચ અને આંગણવાડીની બહેનો હાજર હોય ત્યારે યોજનાનો લાભ મહિલાઓને વધુમાં વધુ મળી રહે એની ચર્ચા કરવામાં આવે છે.
રિવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યાં છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચૂક્યાં છે. રિવાબા તેના મોટા ભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે.રાજકોટમાં તેનુ પિયર છે અને સાથે જ તેની એક રેસ્ટોરન્ટ પણ છે.જ્યારે જામનગરમાં રિવાબાનું ઘર છે.જેથી ભાજપ માટે રિવાબા એક સારા ચહેરા તરીકે ઉભરી આવે છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના પણ રાજકારણમાં છે.રિવાબાના નણંદ નયનાબા અત્યારે જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યાં છે.રવિન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારે માતા લતાબા અકસ્માતમાં ગુજરી ગયા હતા. જે બાદ નયનાબાએ સમગ્ર જવાબદારી ઉઠાવી હતી. આજે જાડેજા પરિવારમાં ઘરમાં જ કોંગ્રેસ અને ભાજપનો જંગ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે રિવાબા આ ચૂંટણી જીતે છે કે નહીં!