જો તમે પણ કમા વાળો વિડીઓ ખોટી રીતે શેર કર્યો હોય તો ચેતી જજો ! જુઓ અલવીરા મીર એ શુ કીધું…
હાલમાં જ અલવિરા મીર સાથે કમાભાઈ જોવા મળ્યા હતા અને આ વિડીયોની હકીકત એ હતી કે, અમદાવાદ ના એક કાર્યક્રમ દરમિયાન બન્નેનું સ્વાગત કરવા મા આવ્યુ હતુ જેમા બન્ને નુ હાર પહેરાવી સ્વાગત કરવા મા આવ્યુ હતું. સોશીયલ મીડિયામાં આ વીડિયો અલગ રીતે રજૂ કરવામાં આવ્યો જેથી આ અંગે સૌ પ્રથમ વાર નિવેદન જાહેરમા આપ્યું હતું.
અલીરા મીર એ આ વિડીઓ અંગે હકીકત જણાવતા કહ્યું હતું કે ” અમદાવાદમાં મારો એક શો હતો જેમા ઓપનીંગમાં હુ અને આપડા કમા ભાઈ..કમાભાઈ કોઠારીયા અમે બન્ને ગેસ્ટ મા હતા જેમા અમરા બન્ને નુ સ્વાગત કર્યુ હતુ..હાર પેરાવી ને તો એ ફોટો અમુક વિકૃત માણસો..જે આપણી ઉંચાઈઓ જોઈ ના શકતા નથી અને યુ ટ્યુબ મા એવો લોગો નાખી ને શેર કરે છે. ” જુઓ કમા ભાઈ ના લગ્ન થઇ ગયા..માણસ સસ્તા વ્યુ માટે કેટલી હદે જઈ શકે છે એ તો આપણે જોઈએ છે.
આ ખરખેર આ હદ પાર કેહવાય તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ આ વિડીઓ ને જુઓ તો શેર ના કરતા…દિલ થી નમ્ર વિનંતી અને જે પણ એ id છે ભાઈ ને એને રીપોર્ટ કરો અને જે ભાઈ એ પણ આવો વિડીઓ નાખ્યો છે એના ખલાફ હુ કાયદેસર ની કાર્યવાહી કરવાની છુ. તો કોઈ એ પણ આવી ખોટી વાત મા ભાગ લેવો નહી તેવી આપ સૌને દિલ થી નમ્ર વિનંતી છે.”
આ એક નિવેદન બાર ફરી એક દિવસ પહેલા પોતાનું વીડિયો અંગે બીજું નિવેદન આપ્યું હતું અને આ વીડિયોમાં અલવીરા મિરે કહ્યું હતું કે, નમસ્તે મિત્રો હું છું અલવીરા મીર અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારો અને કમાભાઈનો વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જેની હકીકત એ છે કે, થોડા દિવસ પહેલા નિકોલ ખાતે મેં અને કમાભાઈએ હાજરી આપી હતી અને આ વીડિયોને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો છે જે વાયરલ અને શેર થઈ રહ્યો છે.
જે પણ અસામાજિક તત્વો દ્વારા આ વીડિયો વાયરલ અને શેર કરવામાં આવ્યો છે, એમના ખિલાફ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે લોકોએ 24 કલાકમાં વીડિયો શેર કર્યો છે એમને વીડિયો ડિલીટ કરવા વિનંતી કરું છું અને કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ કોઈપણ માંફી પત્ર સ્વિકારવામાં નહિ આવે અને તેના પર ખાસ પગલાં લેવામાં આવશે અને વીડિયો શેર કરનારને સજા ભોગવવી પડશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.