ગુજરાત ના આ ગામ ના સરપંચ એ એવો નિર્ણય લીધો કે ચારેકોર વાહ વાહી થઈ ગઈ ! જાણો એવું તો શુ..
ગુજરાતમાં રોજબરોજ દારૂનો મોટો જથ્થો ઝડપાય છે તે પણ એક વાસ્તવિકતા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના સાવડા ગામના સરપંચે દારૂને લઈ રાજકીય પક્ષોને વિચિત્ર ચીમકી આપી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના કારણે ચૂંટણી સમયે ‘ડ્રાય ડે’ જાહેર કરાય છે. જેથી જે લિકર પરમીટ ધરાવતા હોય છે તેને પણ દારૂ નથી મળતો હોતો. આ ઉપરાંત ગુજરાતની પાડોશમાં આવેલા સંઘપ્રદેશમાં પણ ચૂંટણી સમયે ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવે છે.
આ સ્થિતિની વચ્ચે પણ જ્યારે એક નાના ગામના લોકોએ આ પ્રકારની ચીમકી ઉચ્ચારતા રાજ્યમાં દારૂબંધીને લઈ સવાલો ઉઠ્યા છે.સરપંચે એક વીડિયોના માધ્યમથી કહ્યુ છે કે, કોઈપણ રાજકીય પક્ષ 10 ટકા પીવાવાળાના મત મેળવવા દારૂની વહેંચણી કરશે તો અન્ય 90 ટકા મતદારોના મત નહીં મળે.
સાવડા ગામના સરપંચે જે 30 સેકન્ડનો વીડિયો બનાવ્યો છે તેમાં કહી રહ્યા છે કે, ગામના આગેવાનોએ ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે, જે રાજકીય પક્ષ દારૂની વહેંચણી કરે તેને એક મત પણ ન આપવો. સરપંચ કહી રહ્યા છે કે, જો કોઈ પક્ષ 10 ટકા પીવાવાળાના મત લેવા માટે દારૂની વહેંચણી કરશે તો તેને 90 ટકા મત નહીં મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.